ગુજરાત

gujarat

ETV Bharat / state

સરદાર પટેલ યુનિવર્સિટી આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ કરશે - anand news

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા વિદ્યાર્થી સંગઠનોના વિરોધ વચ્ચે ગત 28 તારીખે અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય પેપરની પરીક્ષાઓમાં સરેરાશ 95 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવા સહિત આ અંગે યુજીસીની ગાઈડલાઈનનો અમલ કરવા જણાવાયું હતું.

etv bharat
સરદાર પટેલ યુનિવર્સિટી આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ કરશે

By

Published : Jul 14, 2020, 2:59 PM IST

આણંદ: પ્રાપ્ત માહિતી મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની લેવામાં આવતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે યુજીસીની ગાઈડલાઈન અનુસાર પુનઃ અનુસ્નાતક કક્ષાની બાકી રહેલા વિષય તેમજ કેટલાક ખાસ વિષયોની પરીક્ષા લેવાનું સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

સરદાર પટેલ યુનિવર્સિટી આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ કરશે
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે આગામી 16, 17 અને 18 જુલાઇના રોજ યુનિવર્સિટીના જ્ઞાનોદય ભવનમાં અનુસ્નાતક કક્ષાની બાકી રહેલી પરીક્ષાઓ લેવામાં આવનાર છે,.જેમાં સંસ્કૃતિ ઇતિહાસ રાજ્યશાસ્ત્ર માનવશાસ્ત્ર વિષયનીપરીક્ષાઓ ત્રણ દિવસ દરમિયાન લેવાશે પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તથા સલામતી રૂપે તમામ બાબતોની ખાસ તકેદારી રાખવામાં આવશે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની સત્વરે જાણ કરવા સહિત તેઓને મહામારી સામે સલામતી અંગે યુનિવર્સિટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.
આણંદ : સ.પ.યુનિવર્સિટી દ્રારા આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષા શરૂકરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે કોરોના મહામારી વચ્ચે અગાવ પણ વિદ્યાર્થી આગેવાનો દ્વારા યુનિવર્સિટીના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.ત્યારે યુનિવર્સિટી દ્વારા પુનઃ પરીક્ષાની 16,17 અને 18 જુલાઈ તારીખે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વિદ્યાનગરમાં પુનઃવિરોધ વિદ્યાર્થીઓ તરફથી થઇ શકે તેવી શક્યતાઓ છે.
આણંદ : સ.પ.યુનિવર્સિટી દ્રારા આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષા શરૂકરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details