- સેનિટરીના સમાનની આડમાં લાખોદારૂ ઝડપાયો
- આણંદ LCB પોલીસે કરી કાર્યવાહી
- બાતમીના આધારે આણંદ LCB પોલીસે દારૂ ઝાડપી પાડ્યો
આણંદઃરાજ્યમાં આમતો દારૂબંદી (Alcohol banned in the state )છે,પરંતુ દારૂના રસિયાઓની રાજ્યમાં બિલકુલ ખોટ નથી અને આવા શોખીનો શોખ પુરા કરવા માટે એક છૂપુંબુટલેગરોનું નેટવર્કચાલતું હોય છે. જેમાં ઘણા કિસ્સામાં તંત્રના અધિકારીની પણ રહેમનજર હોવાનું બહાર આવતું હોય છે. તે સાથે ઘણા કિસ્સામાં તંત્ર દ્વારા દારૂબંધીની ચુસ્ત અમલવારી કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે તેવોજ એક બનાવ આણંદમાં જોવા મળ્યો હતો.
સામાનની આડમાં દારૂની હેરા ફેરી
આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચના (Anand's Local Crime Branch)માણસો એક ગુપ્ત બાતમી મળી હતી જેના આધારે પોલીસે આણંદ પાસેથી પસાર થતા હાઇવે 48 પર વોચ ગોઠવીને એક ટ્રકને અટકાવી તેના ડ્રાઈવર અને કંડકટરને અટકાવી પૂછપરછ કરતા ટ્રકમાં દેશી ટોયલેટના સામાન અને અન્ય સેનિટરીનો સમાન હોવાનું ડ્રાઈવર દ્વારા રટણ કરવામાં આવ્યું હતું. પોલીસે ઝીણવટ ભરી રીતે તાપસ કરતા સુકાઘાસના પડામાં વિટેલા ચીનાઈ માટીના ટબની આડમાં અન્ય સમાન હોવાની હકીકત સામે આવતા ટ્રકને આણંદ LCB કચેરી(Anand LCB Police) લાવી ખાલી કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ગુપ્ત ખાનાઓ બનાવી લવાતો દારૂ
LCB પોલીસે(Anand LCB Police) ટ્રકના પાછળના સામાનના સ્ટોરેજના ભાગે અન્ય સમાનના આડમાં ખાનું બનાવી સંતળેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.LCBએ આણંદ ટાઉન પોલીસની હદમાં ઝડપેલ ટ્રકને આણંદ ટાઉન પોલીસ મથકે લાવીને ખાલી કરી ગણતરી કરતા ટ્રક માંથી 496 પેટી (7608 નંગ બોટલ) કિંમત રૂપિયા 24,52,760 નો ભારતીય બનાવટ વાળો વિદેશી દારૂ (Arrest of accused with alcohol)હોવાની ખાતરી થતા પકડાયેલ બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.