આણંદ : મંગળવારે ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાન સાથે મળેલ બેઠકની ગંભીરતાને ઘ્યાનમાં લઇને આણંદના સાંસદ મિતેશ પટેલે પોતાને સેલ્ફ હોમ કોરેન્ટાઈન કરવાનો નિર્ણય લીધો હતો.
આણંદમાં સાંસદ મિતેષ પટેલ સ્વયં હોમ કોરેન્ટાઇન થયા
આણંદના સાંસદ મિતેશભાઇ પટેલે મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની મુલાકાત લીધી હતી. જેમાં ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મિતેશભાઈ દ્વારા પોતાને સેલ્ફ હોમ કોરેન્ટાઈન કરવાનું નક્કી કર્યું હતું. જેથી મંગળવારના રોજ મોડી રાત્રીથી જ પોતે ઘરમાં બેસી પ્રજાલક્ષી કાર્યો કરશે તેવું તેમણે જણાવ્યું હતું.
જેમાં સાંસદ મિતેશભાઇ દ્વારા ચારુતર વિધામંડળના અઘ્યક્ષ ભીખુભાઈ પટેલ અને સંકેત સેલ્સ ઇન્ડિયાના માલિક મેહુલ પટેલ સાથે મુખ્યપ્રધાનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનું તાત્પર્ય એ હતું કે, તેઓ CM રાહત ફંડમાં ચારૂતર વિદ્યામંડળ દ્વારા આપવામાં આવેલ ડોનેશનના ચેકને તેઓ મુખ્યપ્રધાનને સ્વહસ્તે આપવા માગતા હતા. જેથી મુખ્યપ્રધાન સાથેની મુલાકાત બાદ જ્યારે ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સલામતીના ભાગરૂપે આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા પ્રજા હિતને ધ્યાને લેતા પોતાને સેલ્ફ હોમ કોરેન્ટાઈન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેઓ મંગળવારની રાત્રીથી જ પોતે ઘરમાં હોમ કોરેન્ટાઈન થઈ અને પ્રજાલક્ષી સેવા કાર્યો કરી રહ્યા છે.
તે ઉપરાંત સેવાભાવી એવા મિતેશભાઇ પટેલ જ્યારથી કોરોના વાયરસનો કહેર વર્તાયો છે. ત્યારથી આણંદ જિલ્લાની પ્રજાને કોઈને કોઈ રીતે મદદ પહોંચાડવા માટે તત્પર બન્યા હતા. જેથી આણંદની જનતાએ મિતેશભાઇના સેવા કાર્યને ખૂબ જ બિરદાવી હતી. પરંતુ અચાનક જ્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં મુખ્યપ્રધાન સાથે તેમની મુલાકાત થઈ હતી. તેને લઇ સલામતીના ભાગરૂપે મિતેષ પટેલ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને આણંદની જનતા સરાહી રહી છે.