આણંદ: સાંસદ મિતેષ પટેલ દ્વારા જનતાને જાગૃત બની જનતા કરફ્યુને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે. ETV ભારત સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સાવચેતી રાખીશું તો ચોક્કસ સલામત રહીશું.
આણંદના સાંસદ મિતેષ પટેલની કોરોના સામે જાગૃત થવા જનતાને અપીલ - anandnews
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) દ્વારા કોરોના વાઈરસને મહામારી તરીકે જાહેર કરી છે. ત્યારે આ બીમારી સામે રક્ષણ મેળવવા તથા ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા અનેક અપીલ કરવામાં આવી છે. જેમાં રવિવારે જનતા કરફ્યુ રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. તો આ મહામારી સામે રક્ષણ મેળવવા અને જાગૃત બનવા માટે આણંદ જિલ્લાના સાંસદ મિતેષ પટેલ દ્વારા જનતાને સાવચેતી રાખવા વિનંતી કરી હતી.
આણંદના સાંસદ મિતેષ પટેલની કોરોના સામે જાગૃત થવા જનતાને અપીલ સાવચેતી એજ સુરક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યૂ માટે રવિવારે ઘરમાં રહેવા માટે અપીલ કરી છે. તેના સમર્થનમાં તેમણે લોકોને વારંવાર હાથ ધોવા તથા જાહેરમાં એકઠાં ન થવા અને સામાજિક મેળાવણામાં સામેલ ન થવા અપીલ કરી હતી.