ગુજરાત

gujarat

ETV Bharat / state

કડવા ચોથના વ્રતને લઇ આણંદના વેપારીએ 500 મહિલાઓને મહેંદી મૂકાવી આપી..! - કરવા ચોથ

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર માઠી અસર છોડી છે, તેવામાં ભારત દેશ પણ ઘણા લાંબા સમયથી આ મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોના પ્રકોપને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે અર્થતંત્ર પર માઠી અસર થઈ છે. જેને લઈ નાગરિકો પણ ઘણા કિસ્સામાં આર્થિક સંકડામણની અનુભૂતિ કરતા હોય છે, તેવામાં વર્તમાન તહેવારોની મોસમમાં નાગરિકોને ઉજવણીના ખર્ચની અલગ ચિંતા કરવી પડે છે.

આણંદના વેપારીએ મુકાવી 500 મહિલાઓને મહેંદી જાણો કારણ?
આણંદના વેપારીએ મુકાવી 500 મહિલાઓને મહેંદી જાણો કારણ?

By

Published : Nov 4, 2020, 9:22 PM IST

  • આણંદના વેપારીએ મૂકાવી 500થી વધુ મહિલાઓને મહેંદી
  • વસ્ત્રોના વેપારીએ અપનાવ્યો નવો અભિગમ
  • કોરોના મહામારીમાં મહિલાઓ માટે કર્યું આયોજન

આણંદઃ શહેરના એક વહેપારી દ્વારા નાગરિકોને કોરોના પ્રકોપ વચ્ચે આવેલી આર્થિક મંદીમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, વિદ્યાનગર રોડ પર આવેલા એક કપડાના વેપારી દ્વારા કડવા ચોથના તહેવાર નિમિત્તે વિના મૂલ્યે મહેંદી મૂકી મહિલાઓને મહામારીના સમય વચ્ચે મહેંદી માટેના મોટા ખર્ચમાંથી રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આણંદના વેપારીએ મુકાવી 500 મહિલાઓને મહેંદી જાણો કેમ?

કડવા ચોથ નિમિત્તે કર્યું મહેંદીનું આયોજન

બુધવારના રોજ જ્યારે કડવા ચોથનો તહેવાર છે, ત્યારે આ દિવસે મહેંદી માટેનું વિશેષ મહત્વ રહેલું હોય છે, સામાન્ય દિવસોની સરખામણીમાં આ દિવસે કલાકારો દ્વારા મહેંદી મૂકવાના ભાવમાં જંગી વધારો થતો જોવા મળતો હોય છે, જેને લઇ કરવા ચોથનું વ્રત કરતી મહિલાઓને બહારના આર્ટિસ્ટ પાસે મહેંદી મૂકાવી મોંઘી પડતી હોય છે અને તે એક સ્વપ્ન સમાન સાબિત થતું હોય છે.

આણંદના વેપારીએ મુકાવી 500 મહિલાઓને મહેંદી જાણો કેમ?

કોરોનાના નિયમોનું પાલન કરી મહિલાઓને કડવા ચોથની વિનામૂલ્યે મૂકી આપી મહેંદી

આણંદના વેપારી દ્વારા કોરોના મહામારી વચ્ચે મહિલાઓને તેમના જીવનના અતિમહત્વ પૂર્ણ તહેવાર કડવા ચોથમાં આર્થિક રીતે હેરાન ન થવું પડે તે રીતે કોરોના મહામારીમાં સરકારના નિયમોનું પાલન કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ સાથે 500થી વધુ મહિલાઓને કરવા ચોથની મહેંદી મૂકી આપી તેને મહામારી વચ્ચે ખુશ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં શહેરની ઘણી મહિલાઓએ મહેંદી મૂકાવી આ આયોજનને આવકાર્યું હતું અને કડવા ચોથ નિમિત્તે વેપારી દ્વારા કરવામાં આવેલી આ પહેલની પ્રશંસા કરી હતી.

આણંદના વેપારીએ મુકાવી 500 મહિલાઓને મહેંદી જાણો કારણ?

ABOUT THE AUTHOR

...view details