આણંદમાં આવેલ ઝાયડ્સ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ જીવનનો અંત આણ્યો છે આણંદ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આણંદ નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું - વિદ્યાર્થિની
આણંદઃ વિદ્યાનગર શહેર શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારા ઈન્સ્ટિટ્યૂટ અને અનેક નામી સંસ્થાઓ ધરાવે છે, જેમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અહીં વસવાટ કરવા આવતા હોય છે. સોમવારના રોજ નવા બસ સ્ટેન્ડ પાછળના જીવનદીપ સોસાયટીમાં મકાનમાં એક વિદ્યાર્થીની દ્વારા અભ્યાસ ન કરવાની સુસાઇડ નોટ લખી પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું છે.
મૃતક વિદ્યાર્થીઓ જેનિફર રવિન્દ્રભાઈ કલાવા ૨૧ વર્ષની દાહોદ જિલ્લાની વતની હતી, જેનિફર છેલ્લા ઘણા સમયથી નર્સિંગના અભ્યાસ અર્થે જીવનદીપ સોસાયટીમાં તરીકે રૂમ ભાડે રાખી વસવાટ કરતી હતી, જ્યાં સોમવારના રોજ જેનિફર દ્વારા નર્સિંગમાં અભ્યાસ નથી કરવો તેવો ઉલ્લેખ કરતી સુસાઇડ નોટ લખી પોતાના જીવનનો અંત લાવી દીધો છે.
જેનિફરનો મૃતદેહ પંખા સાથે લટકતી જોઈ તેના રૂમમાં સાથે રહેતી બીજી વિદ્યાર્થીની દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા આણંદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ મૃતકને નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, મૃત્યુનું સાચુ કારણ પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.