- આણંદ કૃષિ યુનિવર્સિટી સંકુલમાં ત્રણ દિવસની સમિટનું આયોજન
- ભારત સરકારની ખેતીના વિવિધ પાસા માટે અનેક પહેલ
- એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ સહકારના નવા યુગમાં પ્રવેશ
આણંદ:કૃષિ યુનિવર્સિટી(Anand Krishi University) ખાતે તા. 14થી 16 ડિસેમ્બર, 2021 દરમિયાન ત્રિદિવસીય સમિટ(Anand Krishi University Three Day Summit ) યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Governor Acharya Devvrat), કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા (Union Minister Parshottam Rupala)15 ડિસેમ્બરે સમિટનું ઉદ્દઘાટન કરશે. રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ-સંવર્ધન પ્રધાન રાઘવજી પટેલ(Cow Breeding Minister Raghavji Patel), કુટિર ઉદ્યોગ, સહકાર તથા ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. જેમાં ખાસ કરીને તારીખ 16મી ડિસેમ્બરે સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વક્તાઓ વક્તવ્યો આપશે
આણંદના અમુલ સંકુલમાં(Amul Complex of Anand) સરદાર પટેલ ઑડિટોરિયમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, (Home Minister Amit Shah)કેન્દ્રીય કૃષિપ્રધાન પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર (Union Agriculture Minister Narendra Singh Tomar)તથા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(Prime Minister Bhupendra Patel) પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ત્રણ દિવસના આ સેમિનારમાં 15 જ્ઞાનસત્રોમાં 10 થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 90 કરતાં વધુ વક્તાઓ વક્તવ્યો આપશે.
સરકારે ખેતીના વિવિધ પાસા માટે અનેક પહેલ
આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા કૃષિક્ષેત્ર આત્મનિર્ભર(Agriculture India is self-sufficient ) થાય એ ઘણું મહત્ત્વનું છે. આ અભિગમને ધ્યાનમાં રાખીને તથા અન્નદાતાઓને સક્ષમ કરવા માટે વડાપ્રધાનના દિશાસૂચન અનુસાર ભારત સરકારે ખેતીના વિવિધ પાસા માટે અનેક પહેલ શરૂ કરી છે. તેને આગળ ધપાવવા માટે ગુજરાતમાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તથા કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલે વ્યૂહરચના તૈયાર કરી છે જેથી કૃષિને સાતત્યપૂર્ણ તથા ખેડૂતોને સફળ બનાવવાનું ધ્યેય છે.
કૃષિ યુનિવર્સિટી સંકુલમાં ત્રણ દિવસની સમિટનું આયોજન
આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત કૃષિમાં મૂલ્યવર્ધનની શૃંખલાના વિવિધ પાસાં વિશે ચર્ચા-વિચારણા કરવા તથા વૈશ્વિક જાણકારી તેમજ અત્યાધુનિક ટેકનોલોજી સાથે ખેડૂતોને સક્ષમ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સહકારના નવા યુગમાં પ્રવેશ’ વિષય ઉપર આણંદ કૃષિ યુનિવર્સિટી સંકુલમાં ત્રણ દિવસની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જે ઈવેન્ટ જાન્યુઆરી-2022માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) ની 10મી આવૃત્તિની પ્રિ-સમિટ રૂપે યોજાઈ રહી છે.