ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને આણંદની સંસ્થા વિનામૂલ્યે શિક્ષણ આપશે

કોરોના મહામારી દરમિયાન અનેક સંસ્થાઓ કોરોનાના દર્દીઓની સારવાર માટે આગળ આવી છે. આ જ રીતે આણંદ જિલ્લામાં બાકરોલની એક સંસ્થાએ અનોખી પહેલ કરી છે. આ સંસ્થાએ કોરોનામાં જે બાળકોના માતાપિતાનું મૃત્યુ થશે. તેવા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાના કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને આણંદની સંસ્થા વિનામૂલ્યે શિક્ષણ આપશે
કોરોનાના કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને આણંદની સંસ્થા વિનામૂલ્યે શિક્ષણ આપશે

By

Published : May 25, 2021, 2:59 PM IST

Updated : May 25, 2021, 3:53 PM IST

  • આણંદના બાકરોલની સંસ્થાની અનોખી પહેલ
  • કોરોનાના કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને આપશે વિનામૂલ્યે શિક્ષણ
  • 200થી વધુ ઈન્ક્વાયરી આવી, જેમાંથી 70 બાળકો શિક્ષણ લેવા આવશે તે નક્કી છે




આણંદઃ સમાજમાં કોરોના મહામારીએ ઘણી એવી સ્થિતિ ઉભી કરી છે, જ્યાં બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. તેવામાં બાળકો નિરાધાર બની જવાની ઘટનાઓ બનતી જોવા મળે છે. આવા બાળકોના ભવિષ્ય બનાવવા શિક્ષણથી વંચિત ન રહી જાય તેમાટે આણંદની એક સંસ્થાએ અનોખી પહેલ શરૂ કરી છે.

200થી વધુ ઈન્ક્વાયરી આવી, જેમાંથી 70 બાળકો શિક્ષણ લેવા આવશે તે નક્કી છે
આ પણ વાંચો-સરકાર સાથે સામાજિક સંસ્થાઓ પણ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં એક્ટીવ


સંસ્થાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી જાહેરાત કરી

આણંદની નોલેજ ગૃપ દ્વારા કોરોના મહામારીમાં સમાજમાં બાળકોના શિક્ષણ માટે આગળ આવી કોરોનામાં મૃત્યુ પામેલા માતાપિતાના બાળકોને ધોરણ 12 અને બાદ સંસ્થામાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં વિનામૂલ્યે દાખલો આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે સંસ્થા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો-અમદાવાદમાં 'હાર્ટ ફાઉન્ડેશન' સંસ્થા દ્વારા સેવાકાર્ય, 1 હજાર લોકોને દરરોજ પહોંચાડે છે ટિફિન

જાહેરાત બાદ 200થી વધુ લોકોએ ઈન્કવાયરી કરી

સંસ્થાના ડિરેક્ટર કમલેશ રોહિતે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં દરમિયાન ઘણા એવા સામે આવ્યા કે જેમાં બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી હોય. તો અમને વિચાર આવ્યો કે કોરોનામાં નિરાધાર બનેલા આવા બાળકો માટે તેમના ભવિષ્યની ચિંતા કરી અમે તેમને નિઃશુલ્ક શિક્ષણ આપીશું. આ અંગેનો મેસેજ બનાવી સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ અંદાજિત 200થી વધુ ઈન્કવાઈરી આવી છે, જેમાંથી 70 જેટલા બાળકો આવી શકે તેમ છે. હાલ 8થી 10 જેટલા બાળકોના એડમિશન થઈ ચૂક્યા છે. આવા સમયે સંસ્થાએ હોસ્ટેલમાં 75 જેટલા સુવિધાવાળારૂમ કોરોના સંક્રમિત દર્દીઓને ક્વોરન્ટાઈન રહેવાની વ્યવસ્થા કરી છે, જ્યાં હાલ 20થી 25 દર્દીઓ ક્વોરન્ટાઈન છે. અત્યાર સુધીમાં આ હોસ્ટેલમાં 75થી 80 લોકો સ્વસ્થ બની ઘરે પરત ફર્યા છે.

આણંદના બાકરોલની સંસ્થાની અનોખી પહેલ

અમદાવાદના 2 બાળકો આ સંસ્થામાં શિક્ષણ મેળવી રહ્યા છે
અમદાવાદના 2 બાળકોએ કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી. આ બાળકોના સબંધી આણંદ પાસે પેટલાદમાં રહેતા હોવાથી બંને બાળકોને અમદાવાદથી પેટલાદ લઈ આવ્યા હતા, જે બાદ નોલેજ ગૃપની આ માનવતાભર્યા અભિગમથી સ્વજન દ્વારા આ બને બાળકોનું એડમિશન કોલેજ સ્કૂલમાં કરાવી દીધું છે, જેમાં બાળકને છઠ્ઠા ધોરણમાં અને બાળકીને બીજા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. વધુમાં બે બાળકો સુરતથી પણ આવ્યા છે. આમાં એક બાળકને 12 સાયન્સ પાસ કરેલું છે. જ્યારે બીજો બાળક શાળામાં અભ્યાસ કરે છે. આ બંને બાળકોના આગળના શિક્ષણની જાવબદારી આ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવી છે.

Last Updated : May 25, 2021, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details