ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લો બન્યો નશાનું હબ: 4.195 કિલોગ્રામ નશીલા પદાર્થ સાથે એક ઝડપાયો - sog news

આણંદ નજીક આવેલું વડોદ ગામની ઈન્દીરા નગરીના એક મકાનમાં આણંદ SOG પોલીસ દ્વારા છાપો મારીને એક શખ્સને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડી NDPS Actની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ અર્થે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

anand-district-has-become-a-drug-addiction-one-caught-with-4-dot-195kg-intoxicants
4.195 કિલોગ્રામ નશીલા પદાર્થ સાથે એક ઝડપાયો

By

Published : Apr 3, 2020, 10:09 AM IST

આણંદઃ વિલેજ લોકડાઉનને અસરકારક બનાવવા માટે શુક્રવારે SOG પોલીસે ગામડાઓમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી મળી હતી કે, વડોદ ગામે આવેલી ઈન્દીરા નગરીમાં રહેતો રમજુશા ઉર્ફે રમજાનશા અકબરશા દીવાન નશીલા પદાર્થ ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જેના આધારે SOG પોલીસે તેના ઘરે રેડ પાડી હતી.

4.195 કિલોગ્રામ નશીલા પદાર્થ સાથે એક ઝડપાયો

આ રેડ દરમિયાન ઘરના દરવાજા પાસે આ ઈસમ બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાયતમાં લઇ તેના ઘરની તલાશી લેતા તેના ઘરમાં છૂપી રીતે સંતાડી રાખેલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મળેલા ગાંજાની તપાસ કરવા સેમ્પલને FSLમાં મોકલી આપવામાં આવ્યા હતા. FSLએ કાળા ભૂખરા દેખાતા પદાર્થને તપાસ કરી ખાતરી કરી હતી કે, તે પદાર્થ ગાંજો છે. જેથી પોલીસે તુરંત તેનું વજન કરી રમજુશાની અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા 4.195 કિલોગ્રામ ગાંજો જેની કિંમત 41,195 રૂપિયા થાય છે તથા રોકડ 520 તથા એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે સાથે કુલ 42,970 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને NDPS ધારાની કલમ હેઠળ વાસદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ કરતાં તે આ ગાંજાનો જથ્થો લોકડાઉન પહેલા ગોધરા તરફથી લાવ્યો હતો. આ ઈસમ ગાંજાની પડીકી બનાવી છૂટક વેચાણ કરતો હતો. પોલીસે વધુ તપાસ અર્થે ઈસમના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details