- આણંદ જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના રસીકરણ (corona vaccination ) પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે
- આણંદ જિલ્લા કુલ 30 કેન્દ્રો પર કોરોના રસીકરણ (corona vaccination )ની કામગીરી શરૂ
- દરેક કેન્દ્ર પર 200 વ્યક્તિને આપવામાં આવશે કોરોનાની રસી( Corona vaccine )
આણંદ : જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી કોરોનાની રસી ( Corona vaccine ) મૂકવાની પ્રક્રિયામાં 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને કોરોનાની રસી ( Corona vaccine ) મૂકવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં કુલ 30 કેન્દ્રો પર કોરોના રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં કુલ 6,000 જેટલા નાગરિકોને પ્રથમ દિવસે આવરી લેવામાં આવશે.
અન્ય લોકોને પણ કોરોના રસી લેવાની માટે અપીલ કરી
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જહેરાત કરવામાં આવી હતી કે, 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને કોરોનાની રસી ( Corona vaccine ) મૂકવામાં આવશે. જે માટે સરકારની વેબસાઈટ પર પ્રથમ રજિસ્ટ્રેશન કરીને એપોઇન્ટમેન્ટ સાથે કોરોનાની રસી ( Corona vaccine ) મૂકવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને ઉત્સાહભેર 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોએ કોરોના રસીકરણ (corona vaccination )ના અભિયાનમાં ભાગ લીધો હતો. આ સાથે અન્ય લોકોને પણ કોરોનાની રસી ( Corona vaccine ) લેવાની માટે અપીલ કરી હતી.