ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લા કોંગ્રેસને બીજો મોટો ઝટકો, યુવા નેતાએ આપ્યું રાજીનામું - Gujarati News

આણંદ: આણંદ નગરપાલિકા વિપક્ષના મુખ્ય દંડક અને જિલ્લાના યુવા કાઉન્સીલરે આણંદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી તથા કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે.

આણંદ જિલ્લા કોંગ્રેસને બીજો મોટો ઝટકો યુવા નેતાએ આપ્યુ રાજીનામુ

By

Published : Jul 16, 2019, 7:37 AM IST

માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં આણંદ જિલ્લા કોંગ્રેસને એક બીજો જોરદાર ઝાટકો મળ્યો છે. અમિત ચાવડાના ખાસ કહેવાતા આણંદ નગરપાલિકાના બાહોશ અને યુવા નેતા કેતન બારોટે કોંગ્રેસ પક્ષ સાથેથી કાયમી છેડો ફાળ્યો છે. આણંદ કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટેની હાલત થવા પામી છે.

કેતન બારોટની કારકિર્દીની શરૂઆત થઈ, ત્યારથી કોંગ્રેસ પક્ષના ખૂબ જ વફાદાર અને મહેનતું કાર્યકર તરીકેની છબી ધરાવતા હતા, જેના કારણે શરૂઆતથી જ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના બહુ જ નજીકના કાર્યકરોમાં તેમની ગણના કરવામાં આવતી હતી. NSUI, યુથ કોંગ્રેસ, સ્થાનિક ચૂંટણીઓ અને લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓમાં હંમેશા આગડપડતી ભૂમિકા ભજવી કેતન બારોટે હંમેશા પક્ષનો પ્રચાર કરીને પક્ષના હિતમાં કાર્યો કર્યા છે. પરંતુ ક્યાંક તેમની થતી અવગણનાના કારણે તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને તેમનું રાજીનામુ આપીને પક્ષ સાથેથી કાયમી છેડો ફાડીયો છે.

કેતન દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીનુ ઠાકોરને રાજીનામુ આપીને પક્ષનો આભાર માન્યો હતો. આ સાથે-સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારનો પણ ખાસ આભાર માન્યો હતો અને વિનય અને વિવેક દાખવતા પોતે અંગત કારણોસર રાજીનામુ આપે છે તેવો ઉલ્લેખ પણ કર્યો હતો. હજુ 10 દિવસ પહેલાજ કોંગ્રેસના ખૂબ વફાદાર કહેવાતા નેતા અને પક્ષને વરેલા તેવા મનહરસિંહ દ્વારા આપેલ રાજીનામાની ખોટ હજી આણંદ કોંગ્રેસ પૂરી શકી નથી. ત્યાં કેતન બારોટ જેવા વફાદાર અને નિષ્ઠાવાન યુવા કાર્યકરની આણંદ કોંગ્રેસમાં ખોટ ઉભી થાય છે.

ABOUT THE AUTHOR

...view details