ગુજરાત

gujarat

ETV Bharat / state

Anand Civil Hospital in Trouble: જિલ્લામાં આખરે 23 વર્ષ પછી બની રહેલી સિવિલ હોસ્પિટલની કામગીરીમાં ફરી શું વાંધો આવ્યો, જુઓ... - સિવિલ હોસ્પિટલ અંગે કલેક્ટરને રજૂઆત

રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ અંગે મોટા મોટા વાયદાઓ (State government futures on healthcare services) અને દાવા કરતી સરકારની ફરી એક વાર પોલ ખૂલી ગઈ છે. કારણ કે, આણંદ જિલ્લો ખેડા જિલ્લામાંથી સ્વતંત્ર થયો તેને 23 વર્ષ થઈ ચૂક્યા છે. તેમ છતાં હજી પણ આણંદ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ આપતી સિવિલ હોસ્પિટલ (Anand Civil Hospital in Trouble) છે જ નહીં. અહીંના લોકો ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ફરી આ વિવાદ ઉભો થયો છે કે, આણંદને સિવિલ હોસ્પિટલ મળશે કે નહીં. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના (Approval was given to the former Deputy Chief Minister for a civil hospital in Anand) કાર્યકાળમાં આણંદમાં વ્યાયામ શાળામાં (Civil Hospital at Anand Gymnasium) સિવિલ હોસ્પિટલ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી આ કામગીરીમાં અડચણ ઉભી થઈ રહી છે.

Anand Civil Hospital in Trouble: જિલ્લામાં આખરે 23 વર્ષ પછી બની રહેલી સિવિલ હોસ્પિટલની કામગીરીમાં ફરી શું વાંધો આવ્યો, જુઓ
Anand Civil Hospital in Trouble: જિલ્લામાં આખરે 23 વર્ષ પછી બની રહેલી સિવિલ હોસ્પિટલની કામગીરીમાં ફરી શું વાંધો આવ્યો, જુઓ

By

Published : Dec 11, 2021, 12:46 PM IST

  • આણંદ જિલ્લામાં 23 વર્ષ પછી બની રહી છે સિવિલ હોસ્પિટલ
  • આટલા વર્ષો પછી શરૂ થતી સિવિલ હોસ્પિટલની કામગીરીમાં ફરી આવ્યા વિઘ્ન
  • જિલ્લામાં બનતી સિવિલ હોસ્પિટલ ફરી એક વાર બની વિવાદનું કારણ
  • જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવા તંત્ર મૂકાયું અવઢવમાં

આણંદઃ જિલ્લાને ખેડા જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લો જાહેર થવાને 23 વર્ષ થઈ ચૂક્યા છે. તેમ છતાં આજે પણ આણંદ જિલ્લાના લોકો સિવિલ હોસ્પિટલ (civil hospital being built in the district) ખૂલે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આજે પણ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ આપતી સિવિલ હોસ્પિટલ શરૂ નથી થઈ. આ પહેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે તેમના કાર્યકાળ દરમિયાન (Approval was given to the former Deputy Chief Minister for a civil hospital in Anand) જિલ્લામાં સિવિલ હોસ્પિટલ શરૂ કરવાની મંજૂરી આપી હતી. તેમણે શહેરના કેન્દ્રમાં આવેલી વ્યાયામ શાળા મેદાનને (Civil Hospital at Anand Gymnasium) સિવિલ હોસ્પિટલ માટે પસંદ કર્યું હતું અને તેનું કામ શરૂ કરવા મંજૂરી પણ આપી હતી. ત્યારબાદ જિલ્લામાં રહેતા 20 લાખ જેટલા નાગરિકો માટે આધુનિક સુવિધાઓ સભર સિવિલ હોસ્પિટલના નિર્માણ માટેની કવાયત શરૂ થઈ હતી.

આણંદ જિલ્લામાં 23 વર્ષ પછી બની રહી છે સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો-રાજકોટમાં ગુજરાતની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલનું કરાયું નિર્માણ

સામાન્ય નાગરિકો સિવિલ હોસ્પિટલ ઝડપથી શરૂ કરવા સરકારને કરી રહ્યા છે આજીજી

જિલ્લામાં સામાન્ય નાગરિકોને સરકારી સુવિધાઓ થકી આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ થશે તેવી આશા સેવી રહેલા નાગરિકો માટે આશીર્વાદરૂપ બનતી સિવિલ હોસ્પિટલના નિર્માણ (civil hospital being built in the district) અને જમીન સંપાદનની ચાલી રહેલી કામગીરીમાં હવે વિઘ્નો ઉભા થતા નજરે પડી રહ્યા છે. જિલ્લાના કેટલાક નાગરિકો સિવિલ હોસ્પિટલને જિલ્લાની બહાર બનાવવાની માગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સામાન્ય નાગરિકો શહેરમાં બનતી સિવિલ હોસ્પિટલ જલ્દીમાં જલ્દી નિર્માણ પામે તેવી માગ સાથે સરકારને આજીજી કરતા નજરે પડી રહ્યા છે.

આટલા વર્ષો પછી શરૂ થતી સિવિલ હોસ્પિટલની કામગીરીમાં ફરી આવ્યા વિઘ્ન

ખાનગી દવાખાનાના બિલ ભરવા લોકો અસમર્થ

આણંદમાં સિવિલ હોસ્પિટલ બનવાથી સામાન્ય નાગરિકો કે, જેઓ ખાનગી દવાખાનાના મોટા બિલ ભરવા માટે અસમર્થ છે. તેવા નાગરિકોને સારી અને મફત સરકારી સારવાર મળી રહેશે તેવા આશય સાથે ઘણા જાગૃત આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીને હોસ્પિટલનું કામ શક્ય બને તેટલું જલ્દી શરૂ કરવા રજૂઆત (civil hospital being built in the district) કરવામાં આવી હતી. ત્યારે આણંદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ જિલ્લા કલેકટરને સિવિલ હોસ્પિટલ અંગે રજૂઆત (Submission to the Collector regarding Civil Hospital) કરી હતી.

આ પણ વાંચો-દેશની સૌપ્રથમ મૂવેબલ હોસ્પિટલનું રાજકોટમાં થશે નિર્માણ, જાણો તેની ખાસિયતો...

તમામ દર્દીઓ આર્થિક સદ્ધર નથી હોતા

કાઉન્સિલર મહેશ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બનવી ખૂબ જરૂરી છે. સામાન્ય માણસો માટે મહામારી દરમિયાન ખાનગી હોસ્પિટલમાં (Expensive treatment in a private hospital) સારવાર મેળવવી અશક્ય બની હતી. ત્યારે આવી સ્થિતિમાં જો જિલ્લામાં સિવિલ હોસ્પિટલ હોય તો તે સામાન્ય નાગરિક માટે સારવાર મેળવવામાં સરળતા ઉભી કરી શકશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આણંદ જેના નાના શહેરમાં અંદાજિત 200 જેટલી મોટી હોસ્પિટલ છે. જ્યારે નાનામોટા મળી અંદાજિત 90 જેટલા ક્લિનિક છે, જ્યાં સારવાર માટે જતા તમામ દર્દીઓ આર્થિક સક્ષમ હોતા નથી. તેવા દર્દીઓ માટે આણંદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવશે અને તેમને મફત સરકારી સારવાર મળશે તેવી રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details