ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદના બન્ને સગા ભાઇ-બહેન નાની ઉમરે કૈલાશ યાત્રા પર જવા નિકળ્યા - gujarat

આણદઃ હિન્દુ ધર્મમાં શિવજીનું અનોખું સ્થાન છે, તેમને મહાદેવ તરીકે સંબોધવામાં આવે છે. આ યાત્રા માટે અમુક નિયમો પણ બનાવામાં આવ્યા છે. આ યાત્રા પર જવા માટેના નિયમો પુર્ણ કરી બન્ને સગા ભાઇ બહેનો નાની ઉમરે યાત્રા પર જઇ રહ્યા છે. જે ઉમરે બાળકો હિલસ્ટેશન કે પર્યટનના સ્થળ પર જવાનો શોખ રાખતા હોય, તે ઉમરે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર યાત્રા પર જવા નીકળ્યા છે.

anand

By

Published : Jun 29, 2019, 6:13 AM IST

હિન્દુ ધર્મમાં શિવજીનું અનોખું સ્થાન છે. તેમને મહાદેવ તરીકે સંબોધવામાં આવે છે અને તેમનુ નિવાસ સ્થાન કૈલાશ પર્વત પર આવેલ છે તેવી માન્યતાઓ છે. તેથી હિન્દુ ધર્મમાં કૈલાશ યાત્રાનું આગવું સ્થાન રહેલું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હિન્દુ યાત્રાળુઓ માટે યાત્રા પર સબસીડી આપવામાં આવે છે તથા યાત્રાનું તમામ આયોજન પણ કરવામાં આવે છે.

આણંદના બન્ને સગા ભાઇ-બહેન નાની ઉમરે કૈલાશ યાત્રા પર જવા નિકળ્યા

આ યાત્રા પર જવા માટે અમુક નિયત નિયમો પણ બનાવામા આવ્યા છે. જેમાં અમુક ઉમર એટલે કે 18 વર્ષથી મોટી ઉંમરના તથા 70 વર્ષથી નાની ઉંમરના યાત્રિકો જ અરજી કરી શકે છે. ત્યારે આણંદના બે સગાભાઈ બહેન શુક્રવારના રોજ આ યાત્રા માટે નીકળ્યા હતા.

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત આ યાત્રા પર નિસર્ગ અને ક્રિષ્ના દ્વારા 18 વર્ષની ઉંમર થતાં જ અરજી કરવામાં આવી હતી. જેમાં ચાલુ વર્ષે કૈલાશ-માનસરોવર જનાર બેચ નંબર 6 માં આ બંને સગાભાઈ બહેનનું સિલેક્શન થયું હતું.

આણંદના બન્ને સગા ભાઇ-બહેન નાની ઉમરે કૈલાશ યાત્રા પર જવા નિકળ્યા

નિસર્ગ દ્વારા જણાવવામાં આવ્યું," કૈલાશની યાત્રા કરવાની તેમની નાનપણથી જ ઈચ્છા હતી, પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા ધારાધોરણ પ્રમાણે વયમર્યાદાના કારણે એ વર્ષ 2012માં તેમના માતા-પિતા સાથે આ યાત્રા પર જઈ શક્યા ન હતા ત્યારે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 18 વર્ષ પૂર્ણ થતાં જ તે કૈલાસ માનસરોવર યાત્રા કરશે.

ચાલુ વર્ષે નિસર્ગના 18 વર્ષ પૂર્ણ થતા નિસર્ગ અને તેની બહેન ક્રિષ્ના દ્વારા આ યાત્રા માટે ભારત સરકારને અરજી કરવામાં આવી હતી. જેથી બન્ને ભાઈ-બહેન 27 દિવસની પવિત્ર યાત્રા પર નીકળી રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, કૈલાસ માન સરોવર યાત્રા પર જવા ચીનમાથી પ્રવેશ કરવામાં આવે છે. જ્યાંથી આ બન્ને ભાઈ-બહેન 70 કિલોમીટર ચાલતા માનસરોવર પહોંચી, 47 કિલોમીટરની પગપાળા કૈલાશની પરિક્રમા કરી અને 70 કિલોમીટર પગપાળા પરત ભારત ફરશે. એટલે બંને ભાઈ બહેન વિદેશની ભૂમિ પર 200 કિલોમીટર કરતા વધારે પગપાળા યાત્રા કરશે.

આણંદના બન્ને સગા ભાઇ-બહેન નાની ઉમરે કૈલાશ યાત્રા પર જવા નિકળ્યા

નિસર્ગ અને ક્રિષ્ના બંને કૈલાસ માનસરોવર યાત્રા પર જનાર સૌથી નાની વયના યાત્રાળુઓ છે. જે અંગે તેમના પિતા કૈલાશી ચિરાગવન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તે વર્ષ 2012માં કૈલાશ યાત્રા પર તેમની પત્ની સાથે ગયા અને ત્યાં જે અલૌકીક અનુભવ તેમને થયો હતો ત્યારે જ બાળકોને પણ આ અનુભવ કરાવવા દ્રઢ સંકલ્પ કર્યો હતો. જે ઈચ્છા આજે તેમના બાળકો યાત્રા પર જઇ પૂર્ણ કરશે".

આણંદના રહેવાસી નિસર્ગ અને ક્રિષ્ના બે સગા ભાઈ બહેન જે શુક્રવારના રોજ કૈલાશની યાત્રાએ નીકળ્યા હતા. જેમાં નિસર્ગની ઉંમર 18 વર્ષ અને તેની બહેન ક્રિષ્નાની ઉંમર માત્ર 20 વર્ષ છે. એટલે કે જે ઉંમરે બાળકો પર્યટન સ્થળ પર કે હિલસ્ટેશન પર જવાના શોખ ધરાવતા હોય છે ત્યારે આણંદમાં રહેતા આ ભાઈ બહેન હિન્દુ ધર્મની સૌથી પવિત્ર યાત્રા પર જવા નીકળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details