સોમવારે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે પશુપાલકોને શિયાળામાં દૂધની ખરીદ કિંમતમાં વધારો કરી આપીને તમામ સંઘની સરખમણીમાં સૌથી વધારે ભાવ આપવામાં આવ્યો છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમેટેડ દ્વારા પશુપાલકોને ભેંસના દૂધની ખરીદ કિંમતમાં પ્રતિકિલો ફેટ લેખે 700 રૂપિયા ચૂકવણી કરવામાં આવતી હતી. જેમાં 10 રૂપિયાનો વધારો કરી નવો ભાવ 710 રૂપિયાની ચૂકવણી કરવા આવશેની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે, અમૂલ દ્વારા શિયાળામાં પશુપાલકોને દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો હોય.
ભેંસના દૂધમાં 10 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો
જૂનો ભાવ 700 રૂપિયા
નવો ભાવ 710 રૂપિયા
વધારો 10 રૂપિયા
6.0 ટકા ફેટ પ્રતિ લિટર
જૂનો ભાવ: 43.24 રૂપિયા
નવો ભાવ: 43.87 રૂપિયા
વધારો 0.62 પૈસા