અમુલ ડેરી દ્વારા તારીખ 11- 6- 2019 સવારથી દૂધની ખરીદવામાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવશે. આથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ 650થી વધારીને 660નો ભાવ આપવામાં આવશે. આમ તો આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલ સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.
અમૂલ દ્વારા ફરીથી દૂધની ખરીદ કિંમતમાં કરાયો વધારો
આણંદઃ અમૂલ દ્વારા એક મહિનામાં સતત ત્રીજી વખત દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તારીખ 11- 6- 2019થી દૂધની ખરીદવામાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવશે. આથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ 650થી વધારીને 660નો ભાવ આપવામાં આવશે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્પોટ ફોટો
ઉનાળામાં ગરમીને કારણે દૂધ ઉત્પાદન ઘટયું હોવાના લીધે તથા બીજી તરફ પાણીની અછત થવાથી ઘાસચારાના ભાવમાં સતત વધારો થયેલ છે. સાથે-સાથે દાણના ભાવમાં પણ હાલમાં જ પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આથી આણંદ, ખેડા, તથા મહીસાગર જિલ્લાના પશુપાલકોને આર્થિક ફાયદો થશે.