- આણંદમાં આજથી અમૃત આહાર મહોત્સવનો પ્રારંભ
- શહેરના વૃદાવન ગ્રાઉન્ડમાં મહોત્સવનું કરાયું આયોજન
- શુદ્ધ ઘી, સરગવાનો પાઉડર, પ્રાકૃતિક શાકભાજી બન્યા આકર્ષણનું કેન્દ્ર
- આજથી 31 ડિસેમ્બર સુધી આ ઉત્સવ ઉજવવામાં આવશે
આણંદમાં ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશ વેચી શકે તે માટે અમૃત આહાર મહોત્સવનો આજથી પ્રારંભ - Natural farming
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશ સીધુ જ ગ્રાહકોને વેચી શકે તે માટે આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં અમૃત આહાર મહોત્સવ યોજાયો હતો, જેમાં આણંદ જિલ્લાના ખેડૂતોએ ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશે ગ્રાહકોને માહિતી આપી હતી. આ મહોત્સવની શરૂઆત આજથી કરવામાં આવી છે. જ્યારે 31 ડિસેમ્બરે આ મહોત્સવની પૂર્ણાહૂતિ થશે.
આણંદમાં ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશ વેચી શકે તે માટે અમૃત આહાર મહોત્સવનો આજથી પ્રારંભ
આણંદઃ આણંદ શહેરના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે અમૃત આહાર મહોત્સવને ખૂલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ગ્રાહકોને સીધું ખેત ઉત્પાદનનું વેચાણ કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.