આણંદઃ દેશની રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે દેશના ખૂણે ખૂણેથી વિવિધ પાર્ટીના આગેવાનો પ્રચાર માટે દિલ્હીની વાટ પકડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય પ્રધાન દ્વારા ભારતીય જનતા પાર્ટી તથા મોદીની પ્રશંસા કરી સાબરમતી નદીને એશિયાની સૌથી શુદ્ધ અને નિર્મળ નદી હોવાનો પ્રચાર કર્યો હતો.
સાબરમતી શુદ્ધ છે, તો ચાલો સાથે ડુબકી મારીએ, અમિત ચાવડાને CM રૂપાણીને ચેલેન્જ - annad
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ દિલ્હી ચૂંટણી પ્રચારમાં પાર્ટીને મજબૂત કરવા પ્રચાર કર્યો હતો. મુખ્ય પ્રધાને સાબરમતી નદીને એશિયાની સૌથી શુદ્ધ અને નિર્મળ નદી હોવાનું કહ્યું હતું. આ નિવેદન બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રૂપાણીને સાથે સાબરમતીમાં ડૂબકી લગાવવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.
અમિત ચાવડાની વિજય રૂપાણીને સાબરમતી નદીમાં સાથે ડૂબકી મારવા પાઠવ્યું આમંત્રણ
આ સાથે નદીને મોદી દ્વારા સાબરમતીને શુદ્ધ કરી હોવાની વાત પણ કહી હતી. આ નિવેદન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ નિવેદનને પડકારી ગુજરાતના મુખ્યપ્રધાનને ચેલેન્જ કરવામાં આવી હતી કે, જો સાચે જ સાબરમતી એશિયાની સૌથી સ્વચ્છ નદી હોય, તો અમદાવાદ વિશાલા બ્રિજ પાસેથી પસાર થઈ સાબરમતી નદીમાં સાથે ડૂબકી મારવા આમંત્રણ આપ્યું હતું.
આ સાથે જ અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, સરકારનું ગુજરાત મોડલ ફેલ ગયું છે.