આણંદ : ઉમરેઠ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને હકીકત મળી હતી કે, ભાલેજ તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લીંગડા તરફ આવનાર છે. જેના આધારે પોલીસે લીંગડા ટી પોઈન્ટ પર વોચ ગોઠવી દીધી હતી. ત્યાર બાદ કાર આવી ચઢતાં પોલીસ સતર્ક થઈ ગઈ હતી, એ સાથે જ કારના ચાલકે સ્પીડ વધારીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉમરેઠ પોલીસે એક કારમાંથી અંદાજે 5 લાખનો દારૂ ઝડપ્યો - Alcohol seized from car in Umreth
ઉમરેઠ પોલીસે લીંગડા ટી પોઈન્ટ પાસે વોચ ગોઠવીને એક કારમાં લઈ જવાતો 86 હજારના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડીને કુલ 5.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે તજવીજ હાથ ધરી છે.
ઉમરેઠ
પરંતુ પોલીસે કારને કોર્ડન કરીને ઝડપી પાડી હતી અને તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની 172 બોટલો મળી આવી હતી. જેની કિંમત 86 હજાર રૂપિયા જેટલી છે. ત્યારબાદ પોલીસે કારમાં સવાર બે શખ્સોને ઝડપી પાડીને નામઠામ પુછતાં રાજેન્દ્રસિંહ ઉર્ફે દરબાર સરદારસિંહ રાણા અને યાસીન ખાન શરીફખાન મલેક હોવાનું સામે આવ્યું હતું. પોલીસને તેઓની અંગ જડતીમાંથી બે મોબાઈલ ફોન, રોકડા 12700 મળી આવતા કાર સહિત કુલ 5.04,200 નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.