ગુજરાત

gujarat

ETV Bharat / state

ACB Trapped Talati in Anand : મોગરી ગ્રામ પંચાયતના મહિલા તલાટી કેટલી લાંચના મામલામાં સપડાયાં જૂઓ - આણંદ એસીબી ટીમ

આણંદમાં મોગરી ગામના તલાટી રંગેહાથ લાંચ લેતાં (ACB Trapped Talati in Anand)પકડાઇ ગયાં છે. એસીબી દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ વાંચો આ અહેવાલમાં.

ACB Trapped Talati in Anand :  મોગરી ગ્રામ પંચાયતના મહિલા તલાટી કેટલી લાંચના મામલામાં સપડાયાં જૂઓ
ACB Trapped Talati in Anand : મોગરી ગ્રામ પંચાયતના મહિલા તલાટી કેટલી લાંચના મામલામાં સપડાયાં જૂઓ

By

Published : Apr 26, 2022, 9:12 PM IST

આણંદ- સરકારી તંત્રમાંથી લાંચરૂશ્વતની બદીને નાબૂદ કરવા લાંચ રૂશ્વત વિરોધી બ્રાન્ચને (Anand ACB Team)કાર્યરત કરવામાં આવી છે. જે અવારનવાર ફરજના કામમાં લાલચુ અધિકારીઓને ફરજના કામ સામે અરજદાર પાસેથી નાણાં ખંખેરતા ઝડપી પાડતું હોય છે. એવી જ એક ઘટનામાં આણંદના મોગરી ગામના મહિલા તલાટી (Talati of Mogri in Anand caught taking bribe)અરજદાર પાસેથી લગ્નનો દાખલો આપવા માટે રુપિયાની (Corruption in Gujarat Government System)માગણી કરી હતી તેની લાંચ લેતા (ACB Trapped Talati in Anand)રંગેહાથ ઝડપાઇ ગયાં છે.

આ પણ વાંચોઃ ACB detained Central government employees: ACBના સકંજામાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી ઝડપાયા

ACB એ ગોઠવ્યું છટકું - મોગરી ગામના તલાટી (Talati of Mogri in Anand caught taking bribe) લાંચની રકમ સ્વીકારતા ACB ના છટકામાં રંગેહાથ (ACB Trapped Talati in Anand)ઝડપાયાં છે. હાલ આરોપી તલાટી સામે આણંદમાં એસીબીના અધિકારી (Anand ACB Team)દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મહિલા તલાટી લાંચ માગતાં જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ACB trap Gujarat: ગાંધીનગરના વર્ગ 1ના ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ 15 લાખની લાંચ લેતા ઝડપાયા

જાગૃત નાગરિકે કરી જાણ- પ્રાપ્ત માહિતી મુજબ ACB ના છટકામાં આણંદના મોગરી ગ્રામ પંચાયત ખાતે તલાટી તરીકે ફરજ બજાવતા દીપિકાબેન પંચાલ ઝડપાયા છે. તલાટી દ્વારા લગ્નની નોંધણી માટે 300 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં લાંચ લેતા રંગેહાથ દીપિકાબેનને આણંદ એસીબીની ટીમ (Anand ACB Team)દ્વારા ઝડપી લેવામાં આવ્યાં હતાં. તલાટીની (ACB Trapped Talati in Anand)અટકાયત કરી ACB પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details