- નવજાત બાળકમાં કોરોનાના એન્ટીબોડી મળ્યા
- 21000 ડી-ડાયમર અને એન્ટીબોડીના ડેવલપમેન્ટ સાથે જન્મ્યું બાળક
- માતા ગર્ભવતી હશે, ત્યારે કોવિડ પોઝિટિવ બની હશે: ડોક્ટર
- 18 દિવસની સફળ સારવાર લીધા બાદ માતાને દીકરાનું મોઢું જોવા મળ્યું
આણંદઃમૂળ નડિયાદના રહેવાસી આખજા પરિવારમાં 20 એપ્રિલના રોજ લગ્નના 8 વર્ષ બાદ બે પુત્રીઓ પછી પુત્રનો જન્મ થયો હતો. પુત્રના જન્મના સમાચાર મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ આ આનંદ વધુ સમય ટકી શક્યો નહીં.
21000 ડી-ડાયમર સાથે જન્મેલા બાળકને બચાવવા માટેનો અનોખો સંઘર્ષ આ પણ વાંચોઃગોધરામાં એક બાળકને તંદુરસ્ત જીવન જીવવા જોઈએ છે 22 કરોડ રૂપિયા
બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી અને તેનું બ્લડ પ્રેશર વધારે હતું
બાળકના સ્વાસ્થ્ય અંગે પરિવારને ડોકટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેનું બ્લડ પ્રેશર વધારે બતાવે છે. તાત્કાલિક તેને વેન્ટિલેટરની જરૂર પડશે, નહી તો તેની સ્થિતિ અતિ નાજુક થઈ શકે છે. પરિવારે બાળકને ડોક્ટરની સલાહ પ્રમાણે આણંદના લંભવેલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાં ડોકટર દ્વારા તેના જરૂરી રિપોર્ટ કરાવવામાં આવ્યા.
21000 ડી-ડાયમર સાથે જન્મેલા બાળકને બચાવવા માટેનો અનોખો સંઘર્ષ બાળકને વેન્ટિલેટર સપોર્ટ આપી પ્રાથમિક સારવાર આપવામાં આવી
નવજાત બાળરોગના નિષ્ણાત ડો.બિરાજ ઠક્કરે જણાવ્યું હતું કે, બાળકને સારવાર માટે તેમની પાસે લાવવામાં આવ્યું, ત્યારે તેની સ્થિતિ અત્યંત નાજુક હતી. તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી, સાથે તેનું બ્લડપ્રેશર પણ વધારે આવતું હતું. માટે પહેલા તેને વેન્ટિલેટર સપોર્ટ આપી પ્રાથમિક સારવાર આપી સ્ટેબલ કરવામાં આવ્યું હતું.
21000 ડી-ડાયમર સાથે જન્મેલા બાળકને બચાવવા માટેનો અનોખો સંઘર્ષ બાળકનું ડી-ડાઈમર 21000 આવતું હતું
બાળકના જરૂરી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં બાળકના શરીરમાં ઘણા બધા આંતરિક અંગોમાં નુક્સાન પહોંચેલું જોવા મળ્યું હતું. જે જોતા તેની જરુરી તાપસ અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકનું ડી-ડાયમર 21000 આવતું હતું. જેથી કોવિડના રિપોર્ટ જેવા કે, રેપીડ અને RT-PCRના રીપોર્ટ કરાવવામાં આવતા બાળક અને માતા બન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તે બાદ બાળકના એન્ટીબોડી ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.
21000 ડી-ડાયમર સાથે જન્મેલા બાળકને બચાવવા માટેનો અનોખો સંઘર્ષ માતાના શરીરમાં બનેલા એન્ટીબોડી માતા માટે લાભદાયક હતા ડો. બિરાજે જણાવ્યું હતું કે, આ પ્રકરની સ્થિતિમાં શક્ય બને કે પહેલા માતા સંક્રમિત બની હશે. જેની માતાને જાણ નહીં હોય અને તેના બનેલા એન્ટીબોડીએ બાળક સુધી નાળ મારફતે પહોંચ્યા હશે. માતાના શરીરમાં બનેલા એન્ટીબોડી માતા માટે લાભદાયક હતા, પણ ગર્ભમાં રહેલા બાળક માટે તે નુકસાનકારક સાબિત થયા અને તેના કારણે બાળકની કિડની, લીવર અને હાર્ટ પર નુકસાનકારક અસર કરી છે.
21000 ડી-ડાયમર સાથે જન્મેલા બાળકને બચાવવા માટેનો અનોખો સંઘર્ષ બાળકને 15 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું
આ સ્થિતિને મેડિકલની ભાષામાં MIS-N (મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમ ઇન ન્યુબોર્ન ) કહે છે. ડો. બીરાજે જણાવ્યું હતું કે, બાળકની સારવાર કરી તેને 8 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. તેની સ્થિતિ સુધર્યા બાદ વેન્ટિલેટર પરથી તેને 15 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. બાળકની સ્થિતિ અતિ નાજુક હોવાથી 18 દિવસ સુધી તેના પરિવાર અને માતાથી બાળક દૂર રહ્યું હતું. જે યોગ્ય સારવાર મળતા નજીકના દિવસોમાં રજા પણ આપવામાં આવશે.
બાળકની યોગ્ય સારવારથી બીમારીનું નિદાન થતા મોતના મુખમાંથી પાછો આવી શક્યો છે
પરિવાર દ્વારા બાળકનું નામ હિતાર્થ રાખવામાં આવ્યું છે. જે અંગે માહિતી આપતા બાળકના ફોઈ હીના ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાઈના ઘરે બે પુત્રીઓ બાદ 8 વર્ષે પુત્રનો જન્મ થયો હતો, જે ક્ષણ અમારા માટે ખુબજ આનંદ દાયક હતી. જે લાંબો સમય ન રહી બાળકનું સ્વાસ્થ્ય ખૂબ નાજુક પરિસ્થિતિમાં હતું. તેથી તેને વેન્ટિલેટર પર રાખવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી. તેની યોગ્ય સારવારથી બીમારીનું નિદાન થતા મોતના મુખમાંથી પાછો આવી શક્યો છે. આ માટે ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો પણ હીનાબેને આભાર માન્યો હતો.
21000 ડી-ડાયમર સાથે જન્મેલા બાળકને બચાવવા માટેનો અનોખો સંઘર્ષ આ પણ વાંચોઃઅનાથ બાળકને કોરોના થતા SVP હોસ્પિટલના સ્ટાફે સારવાર સાથે આપી પરિવારની હૂંફ
બાળકને ડોક્ટરે નવજીવન આપ્યું છે અને તેમનો આભાર માનીએ એટલો ઓછો છેઃ માતા
બાળકની માતા નિર્મિતા આખજાએ જણાવ્યું હતું કે, મારા પુત્રનુ મોઢું 18 દિવસે જોયું, શરૂઆતમાં એમ હતું કે કોઈ સામાન્ય તકલીફ હશે. પરંતુ જ્યારે ખબર પડી કે, કોરોનાના કારણે બાળકને આ સમસ્યા ઉભી થઇ છે તે જાણીને ખૂબ ઊંડો માનસિક ભય ઉભો થયો હતો. બાળકને યોગ્ય સારવાર મળતા તે સાજો થયો અને હવે 22 દિવસ બાદ તે પાસે હોવાની ખુશી છે. હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની સરખામણી માતાએ ભગવાન સાથે કરતા ઉમેર્યું હતું કે, મારા બાળકને ડોક્ટરે નવજીવન આપ્યું છે અને તેમનો આભાર માનીએ એટલો ઓછો છે.