ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાદરણમાં NRIના મકાનની રખેવાળી કરતા આધેડની હત્યા, રાત્રે અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો - ભાદરણ ગામ

ભાદરણ ગોવિંદભુવનમાં વોચમેનનું કામ કરતા શખ્સને રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ગંભીર ઈજાઓ પહોંચાડી, મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

NRIના મકાનની રખેવાળી કરતા આધેડની હત્યા
NRIના મકાનની રખેવાળી કરતા આધેડની હત્યા

By

Published : Sep 6, 2021, 7:21 PM IST

  • આણંદના ભાદરણ ગામમાં આધેડની હત્યા
  • અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની શંકા
  • આધેડ NRIના મકાનની કરતા હતા રખેવાળી
  • રાત્રીના સમયે હત્યાને અપાયો અંજામ
  • ભાદરણ પોલીસ ઘટનાસ્થળે, ડોગ સ્કોડ, FSL અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાશે

આણંદ: બોરસદ તાલુકાના ભાદરણ ગામે મોટાભાગના પરિવારો વિદેશમાં રહે છે. ગામમાં તેમના મકાનો છે. તેની દેખભાળ રાખવા માટે વોચમેન રાખવામાં આવતા હોય છે. ભાદરણ ગોવિંદભુવનમાં વોચમેનનું કામ કરતા શખ્સને રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ગંભીર ઈજાઓ પહોંચાડી, મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

અમેરિકા ગયેલા મકાન માલિકે દેખરેખ રાખવા કહ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર ભાદરણ ગામે ગોવિંદભુવનમાં ઠાકોરભાઈ પટેલનું મકાન આવેલું છે. ઠાકોરભાઇના પરિવારના સભ્યો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છે, જ્યારે ઠાકોરભાઇ અહીં જમીન-મિલકતોની દેખરેખ રાખે છે અને વર્ષમાં એક કે બે મહિના અમેરિકા જઇ પરત આવે છે. તેમનું ગામમાં વિશાળ મકાન અને જમીન છે, જેથી જમીન ખેડવા માટે ભાગિયા તરીકે રમતુભાઈ ભોઈને રાખવામાં આવ્યા હતા. ઠાકોરભાઇ ગત મહિને અમેરિકા ગયા હોવાથી ઘરની દેખરેખ અને રખેવાળી માટે રમતુભાઈ ભોઈને જવાબદારી સોંપીને ગયા હતા.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો

ઘટનાની તપાસ માટે ડૉગ સ્કોડ, FSL અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાશે

રવિવારે રાત્રે રમતુભાઈ ઘરેથી જમીને ઠાકોરભાઈના ઘરે ગયા હતા. જેઓ વહેલી સવારે ઘરે પરત ન આવતા 8 વાગ્યાના અરસામાં તેમના પરિવારજનોએ તપાસ કરતા રમતુભાઈ મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે રાત્રીના સમયે નિદ્રાધીન રમતુભાઇ ઉપર કોઇ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હાલમાં મૃતકના મૃતદેહને ભાદરણ પોલીસ દ્વારા મોતનું કારણ જાણવા રેફરેલ હૉસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતકના દિકરાએ જણાવી ઘટના

મૃતકના હાથપગે ઇજાના નિશાન છે. ઓફિસનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. આ અંગે મૃતકના દિકરા શંભુભાઇ ભોઇ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "મારા પિતા વર્ષોથી ઠાકોરભાઇને ત્યાં ખેતી સંભાળતા હતા. ગત મહિનાથી ઠાકોરભાઇ અમેરિકા ગયા હોવાથી ઘરની સારસંભાળ પિતાને સોંપીને ગયા હતા, જેથી તેઓ રાત્રે બંગલે સૂતા હતા. સોમવારે સવારે નિયત સમયે પિતાજી ઘરે પરત ન આવતા અમને ચિંતા થઇ હતી. આ સમય દરમિયાન દીલિપભાઇ ભોઇ કોઇ કારણસર ઘરે આવ્યા હતા, પરંતુ પિતા ન હોવાથી તેઓ સીધા બંગલે મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ ઘટના જોઇને અમને જાણ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પિતાજીના મૃત્યુની જાણ થતાં અમે હતપ્રભ અને ચિંતાતુર થઇ ગયા હતા અને ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે નજરે જોયું કે પિતાજીના મોઢે, હાથપગે ઇજાના નિશાનો હતા અને લોહીના ડાધ જણાતા હતા. તેમજ જ્યાં પિતાજી સૂતા હતા તે ઓફિસનો સામાન વેરવિખેર હતો." તેવું મૃતકના દિકરા સંભુભાઈએ જણાવ્યું હતું.

વધુ વાંચો:પેટલાદના યુવકે પત્નીના વિરહમાં ટૂંકાવ્યું જીવન, અંતિમ ચિઠ્ઠીમાં કર્યો ખુલાસો

વધુ વાંચો: જૂનાગઢના મધુરમ વિસ્તારમાં હત્યા, તીક્ષ્ણ હથિયાર વડે વકીલને ઉતાર્યો મોતને ઘાટ

ABOUT THE AUTHOR

...view details