ગુજરાત

gujarat

ETV Bharat / state

તારાપુરના વેપારીને ગાડીમાં કિડનેપ કરી 5 કરોડની ખંડણી માંગતા ફરિયાદ નોંધાઇ - aanad latest news

આણંદના તારાપુર ખાતે રહેતા અને બિલ્ડીંગ મટીરીયલ્સનો વ્યાપાર કરતા વ્યાપારીને સોમવારે સાંજના સુમારે મહિયારી ગામના શખ્સે અન્ય 5 શખ્સો સાથે મળી બોલેરો કારમાં અપહરણ કરી છરીની અણીએ પાંચ કરોડની ખંડણી માંગી હતી. અંતે 20 લાખ રૂપિયા ટુકડે ટુકડે આપવાના નક્કી કરી વેપારીને છોડવામાં આવ્યો હતો.

aanad
આણંદ

By

Published : Jan 22, 2020, 5:04 PM IST

આણંદ : પ્રાપ્ત વિગતો અનુસાર નિલેશભાઈ કાન્તીભાઈ પટેલ તારાપુર ચોકડી પાસે રહે છે. ત્યાં એન.કે.સ્ટીલ નામના બિલ્ડિંગ મટિરિયલ્સનો વ્યાપાર કરે છે. તેમને ત્યાં અવારનવાર મેસેજ આવતા મહીયારના દીલજીતસિંહ ઇન્દુભા ચૌહાણ બિલ્ડીંગ મટીરીયલનો માલ સામાન લેવા આવતા હોવાથી સારી ઓળખાણ થઈ હતી. બે દિવસ પૂર્વ સોમવારે સાંજના સુમારે નિલેશભાઈ પોતાની મેઇન ઓફિસ બંધ કરીને ઘરે પહોંચ્યા હતા.

ભોગ બનનાર વેપારી

જ્યારે તેમનો પુત્ર અને બાકીના સભ્યો કરમસદ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ઘરે પહોંચ્યાના થોડાક જ સમયમાં દીલજીતસિંહ ચૌહાણ તેના અન્ય 5 સાગરિતો સિમેન્ટ લેવાના બહાને મળ્યા હતા. જેથી ગોડાઉનમાંથી નિલેશભાઈ સિમેન્ટ કાઢવા જતા દીલજીત સિંહે પોતાની પાસે રહેલો છરો કાઢી પેટે અડાડીને બોલેરો કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. મહિયારી ગામે આવેલ તબેલે લઇ જઈને ગાડીમાં બેસાડી પાંચ કરોડની ખંડણી માંગી હતી. તથા તેમના પુત્રને પણ ઉઠાવી લાવવાની ધમકીઓ આપવાનું ચાલુ કર્યું હતું.

આરોપી

નિલેશભાઈએ આનાકાની કરતા ગળાના ભાગે છરી મુકી દઈને મોબાઇલમાં તેના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ ગાડી આવી પહોંચી હતી અને તેમાં દીલજીત સવાર થઈને તારા છોકરાને ઉઠાવી લઉં છું. તેમ જણાવીને ત્યાંથી નીકળી ગયો હતો. જ્યારે બાકીના સાગરીતોએ નજીકના કહ્યા મુજબ સીમ વિસ્તાર દુગારી વગેરે જગ્યાઓએ લઈ જવામાં આવ્યા હતા. તેમજ પૈસાની સતત માંગણી ચાલુ રાખવામાં આવી હતી.

આરોપી

ત્યારબાદ દીલજીતનો ફોન આવતા તેના કહેવાથી નિલેશ પટેલને લઇ જતા સાગરીતો મહિયર પાસે આવેલ તબેલામાં લઈ ગયા હતા. જ્યાં છેલ્લે એક કરોડની માંગણી કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, મારે પુષ્કળ દેવું થઈ ગયું હોવાના કારણે ઓછામાં ઓછા 20,00,000 તો આપવા જ પડશે. તેમજ તબેલાનો શેડ પણ બનાવી આપવો પડશે. તેની સાથે આવેલા વ્યક્તિઓને પણ પૈસા આપવા પડશે. તેમજ રાત્રિના તેઓને તારાપુર ચોકડી પાસે આવેલી નિશા પાર્ટી પ્લોટ પાસે છોડ્યો હતો. ત્યારબાદ નિલેશ ઘરે પહોંચીને પોતાના પરિવારના સભ્યોને આ બાબતની જાણ કરતા તારાપુર પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

આરોપી

ABOUT THE AUTHOR

...view details