આણંદ: પેટલાદ શહેરના બોડીકુઈ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતા બે સંતાનોની માતા છે. જેને થોડા સમય પહેલા પૈસાની જરૂરત પડતાં નજીકમાં જ રહેતા કૌટુંબિક દિયર સંજયભાઈ પ્રભાતભાઈ તળપદા પાસેથી 8 હજાર ઉછીના લીધા હતા. તે પણ થોડા-થોડા કરીને પરત કરી દીધા હતા. આ ઉછીના વ્યવહારને લઈને બોલવા-ચાલવાના સંબંધો વિકસ્યા હતા. તે દરમિયાન સંજયે તેણીને પ્રેમસંબંધ બાંધવા માટે દબાણ શરૂ કર્યું હતું.
પેટલાદમાં પરિણીત મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ - Suicide NEWS
પેટલાદ શહેરના બોડીકુઈ વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય પરિણીતાને તેના કૌટુંબિક દિયર દ્વારા જબરજસ્તીથી પ્રેમ કરવા માટે દબાણ કરીને ચપ્પુથી પરિણીતાને મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે ડઘાઇ જતા તેણીએ જુ મારવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.
પેટલાદ
આવા સંજાગોમાં સંજયની પત્ની શકુબેન તેણીના પિયર ભવાનીપુરા હતી. તેણીએ પરિણીતાને ફોન કરીને સંજયને ફોન કરવાનું જણાવ્યું હતુ, પરંતુ પરિણીતાએ ના પાડી દેતા સંજય ચપ્પુ લઈને તેણીના ઘરમાં ઘુસી ગયો હતો અને મારવા જતાં તેણીને ઘરે આવેલા બે પડોશીઓએ વચ્ચે પડીને પરિણીતોને બચાવી લીધી હતી.
આમ, એકદમ જ થયેલા હુમલાથી પરિણીતા ડઘાઈ ગઈ હતી. બાદમાં તેણીએ જૂ મારવાની દવા પી લીધી હતી. જેથી તેણીને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.