આણંદઃ ભાલ પંથક ડાંગરની ખેતી માટેનું ગઢ ગણાય છે. જ્યા મહત્તમ ખેડૂતો દ્વારા ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં પણ અહીંની સફેદ ચોખાની ડાંગર વિશ્વ વિખ્યાત છે. દેશમાં હરિયાળી ક્રાંન્તિ બાદ ખેતીમાં અનેક પરિવર્તનો અને ટેક્નોલોજી આવી છે અને ખેડૂતો દ્વારા પોતાની આવક બમણી કરવા અવનવા અખતરા પણ કરવામાં આવે છે.
ચીનના પ્રખ્યાત કાળા ચોખાની તારાપુરના ખેડૂતે કરી ખેતી ભારતના મિઝોરમમાં કાળા ચોખાનું ઉત્પાદનકાળી ડાંગરમાંથી નીકળતા કાળા ચોખા આમતો ભારતના મિઝોરમ પ્રાંતમાં સૌથી વધુ થાય છે. એવું માનવામાં આવે છે કે, આ પહેલા ચીન દેશમાં રાજા રજવાડાઓ જ આ કાળા ચોખા ખાઈ શકે તેવા ત્યાંના નિયમો હતા, પરંતુ હવે ભારતમાં પણ તેની ખેતી શક્ય બની છે. કાળા ચોખા આમ તો એન્ટીઓક્સીડંન્ટ વધુ હોવાથી તથા તેમા ભરપૂર પ્રમાણમા પ્રોટિન અને ફાયબર હોવાથી ડાયાબીટીશ અને બ્લડ પ્રેશર તથા હાર્ટ એટેકના દર્દીઓ માટે આ કાળા ચોખા આશિર્વાદ સમાન સાબિત થયા હોવાનુ તજજ્ઞો કહી રહ્યા છે.
ચીનના પ્રખ્યાત કાળા ચોખાની તારાપુરના ખેડૂતે કરી ખેતી કાળા ચોખાના બિયારણ 400 રૂપિયે કિલોના હિસાબે ખરીદીને ખેતી કરીચાલુ વર્ષે ચાંગડા ગામના ખેડૂત હર્ષદભાઇ વાઘેલાએ ઓનલાઈન કાળા ચોખાનું બિયારણ 400 રૂપિયે કીલોના હિસાબે ખરીદીને ખેતી કરી છે. જેમાં કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખેડૂત દ્વારા માત્ર સેન્દ્રીય ખાતર ઉમેરીને ઓર્ગેનીક કાળા ચોખાની ખેતી કરી છે. જેનો પાક હાલ મસ્ત લહેરાઈ રહ્યો છે. હાલ ખેડૂતે 39 ગૂઠા જમીનમાં આ કાળા ચોખાની ખેતી કરી છે. ખેડૂતને આશા છે કે ,આવનાર સમયમાં બજાર ભાવ પણ તેને સારો મળશે. આ નવતર ખેતી જોવા આજુબાજુના ખેડૂતો પણ આ ખેતરની મુલાકાત લઈ રહ્યા છે.આગામી સમયમાં ભાલ પંથક કાળા ચોખાની ખેતી માટે પ્રચલિત બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.