- આંકલાવમાં એક અજીબ કિસ્સો આવ્યો સામે
- 17 વર્ષના સગીરને 23 વર્ષની યુવતી ભગાડી ગઈ
- આંકલાવ પોલીસે સુરતથી સગીર અને યુવતીની કરી અટકાયત
આણંદ : આ ઘટનામાં પ્રાપ્ત માહિતી મુજબ ગત 26 મે 2021ના દિવસે આંકલાવ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા બીલપાડના સંતપુર સિમ વિસ્તારમાં રહેતા એક સગીરને એક યુવતીએ ભગાડી ગયા હોવાની ફરિયાદ સગીરના પિતા દ્વારા આંકલાવ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદને આધારે આંકલાવ પોલિસે ટેક્નિકલ સર્વેલન્સ (Technical Surveillance) અને હ્યુમન ઇન્ટેલીજન્સ (Human Intelligence)ની મદદથી આ બન્ને વ્યક્તિઓને સુરતથી ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : આણંદમાં પત્નીના પ્રેમ સંબંધની શંકાનો ભોગ બની માસૂમ, પિતાએ 5 વર્ષની બાળકીની હત્યા કરી
પોસ્કો એક્ટ અંતર્ગતની કલમો કરવામાં આવી દાખલ
આંકલાવ પોલીસ દ્વારા આ ઘટનામાં ઝડપાયેલો શખ્સ સગીર વયનો હોવાથી યુવતી સામે પોસ્કો એક્ટ અંતર્ગતની જુદી જુદી કલમો ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં પોલીસ દ્વારાએ દિશામાં પણ તાપસ હાથ ધરવામાં આવી રહી છે કે, સગીર સાથે કોઈ શારીરિક સંબંધ બંધાયો છે કે કેમ અને તે અંગેની દાક્તરી તાપસ પણ હાથ ધરવામાં આવશે.