આણંદ : અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને ગુરુગાદી સારસાના સપ્તમ કુબેર આચાર્ય અવિચલદાસજી મહારાજ દ્વારા સમગ્ર ભારતવર્ષના સંતોને મહામારીની આ પરિસ્થિતિ દરમિયાન ગરીબ અને જરૂરીયાત મંદોને સહાયરૂપ થવા અપીલ કરવામાં આવી હતી. તેમના દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદોને લોકડાઉનમાં જરૂરિયાત વસ્તુઓનો અભાવ ન થાય તે માટે ખાધ ખોરાકની સામગ્રી સાથેનું ફુડ પેકેટની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ગરીબોને 3000 ફુડ પેકેટનું વિતરણ કરાયું
સારસાપુરી સતકેવલ ગુરુગાદીના સપ્તમ કુબેર આચાર્ય અવિચલદાસજી મહારાજ દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારોને 3000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ગરીબોને 3000 ફુડ પેકેટનું વિતરણ કરાયું
આ તકે અંદાજે 5000 કરતાં વધુ કીટનું વિતરણ સત કેવલ ગુરુગાદી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દાળચોખા શાકભાજી તેલ વગેરે ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. વૈશ્વિક મહામારી કોરોના સામેની લડત માટે આચાર્ય અવિચલદાસજી લોકોને લોકડાઉન પાલન કરી ઘરમાં રહેવા અપીલ કરી હતી.