ગુજરાત

gujarat

ETV Bharat / state

પુનાથી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડતા 2ના મોત - Anand Accident two death

પ્રાથમિક મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં પુનાથી સોમનાથ જતા પરિવાર સાથે ગમખ્વાર અકસ્માત Anand Accident two death સર્જાયો હતો. ધર્મજ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા રામોદડી ગામના ઓવરબ્રીજ ઉપર આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક કાર ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં સાસુ-વહુના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે પિતા-પુત્ર અને દાદાને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં આસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પુનાથી સોમનાથ જતા પરિવાર નડતા અકસ્માતમાં 2ના મોત
પુનાથી સોમનાથ જતા પરિવાર નડતા અકસ્માતમાં 2ના મોત

By

Published : Aug 14, 2022, 12:56 PM IST

આણંદઃ મુળ વેસ્ટ બંગાલના પરંતુ હાલમાં પુના ખાતે રહેતા અને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા અભિજીતભાઈ અજીતભાઈ મંડલ ગઈકાલે સાંજના સુમારે ઈકો સ્પોર્ટ કાર પત્ની નીશાબેન, માતા પુર્વીબેન, પિતા અજીતભાઈ સતીષચન્દ્ર અને પુત્ર વીરની સાથે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા.

પુનાથી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડતા 2ના મોત

સવારના સુમારે કાર ધર્મજ-તારાપુર સ્ટેટ હાઈવે પર (Anand high way accident) આવેલા રામોદડી ગામના ઓવરબ્રીજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક ડ્રાયવરે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં કારનું એન્જીન છુટી પડીને રોડ ઉપર પડી જવા પામ્યું હતુ.

પુનાથી સોમનાથ જતા પરિવાર નડતા અકસ્માતમાં 2ના મોત

આ પણ વાંચોઃSDRF દ્વારા ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવ્યો

કારના પણ ફુરચેફુરચા ઉડી જવા પામ્યા (Anand Accident two death) હતા. કારમાં સવાર પાંચેયને માથામાં, ચહેરા ઉપર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો તેમજ જતા આવતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. તુરંત જ પેટલાદ રૂરલ પોલીસ તેમજ 108ની એમ્બ્યુલન્સ વાન આવી પહોંચી હતી અને કારમાં ગંભીર રીતે ઘવાયેલાઓને બહાર કાઢીને તુરંત જ તારાપુરની સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુર્વીબેન અજીતકુમાર મંડલને છાતીમાં તેમજ પેટમાં ગંભીર ઈજાઓ થવા પામી હોય મોત થયું હતુ.

પુનાથી સોમનાથ જતા પરિવાર નડતા અકસ્માતમાં 2ના મોત

આ પણ વાંચોઃઆકાસા એરના સ્થાપક રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન

ચારેયની હાલત પણ ગંભીર હોય તુરંત જ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુર્વીબેન મંડલનું અવસાન થયું હતુ. જ્યારે અભિજીત, વીર અને અજીતકુમારને આઈસીયુમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ અભિજીત અને નિશાબેનના સંબંધીઓ તુરંત જ પેટલાદ દોડી આવ્યા હતા. ઘટના સંદર્ભે પેટલાદ રૂરલ પોલીસે કારના ચાલક અભિજીત વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details