અર્જુન નગર વિસ્તારમાં છેલ્લા બે માસથી પીવાના પાણીના ગંભીર પ્રશ્ને તંત્ર બેધ્યાન રહેતા આજે અર્જુન નગરની મહિલાઓ રણચંડી બનીને પાલિકા પ્રમુખના ઘરે જઈને હોબાળો કરીને પાલિકા પ્રમુખના ઘરે જ ધરણા પર બેસી જતા પાલિકા તંત્રમાં હલચલ મચી ગઇ હતી. પાલિકા પ્રમુખને ફરજિયાત અર્જુન નગરના વિસ્તારમાં આવતા મહિલાઓએ ઉગ્ર બનીને પાણીની પીડાની યાતના પ્રમુખને વર્ણવતા પાલિકા પ્રમુખે તરત પાણી વિભાગને સૂચનાઓ આપી હતી.
આમરેલીમાં પાણીના પ્રશ્નને મહિલાઓ બની રણચંડી, પાલિકા પ્રમુખના ઘરે યોજ્યા ધરણા - amr
અમરેલીઃ કાળઝાળ ઉનાળામાં પીવાનું પાણી પણ ન મળે તો શું થાય? અમરેલીમાં પીવાનું પાણી ન મળતા અર્જુન નગરની મહિલાઓએ પાલિકા પ્રમુખના ઘરે હોબાળો કરતા પાલિકા પ્રમુખ દોડતા થયા હતા, અને અર્જુન નગરમાં જઈને ત્વરિત પાણીના પ્રશ્નના નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી.
સ્પોટ ફોટો
અર્જુન નગરની મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું કે, મહિલાઓમાં સ્થાનિક નેતાઓ પર રોષ છે. પણ પાલિકા પ્રમુખે અર્જુન નગરમાં જઈને જે પાણીની પાઇપ લાઈનનો પ્રશ્ન હતો તે સોલ્વ કરવાનો હુકમ હવે કરી દીધો છે. પાણીના ટાંકા નીચે વસતા અર્જુન નગરની મહિલાઓનો રોષ સાચો હોવાનું ખુદ પાલિકા પ્રમુખે સ્વીકારીને પાણી પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપી હતી.