અમરેલી :રાજ્યમાં મહા શિવરાત્રીના તહેવારને લઈને અનેક જગ્યાએ પરપરાગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમરેલીજિલ્લામાં પણ ભાવભેર દેવોના દેવ મહાદેવની તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ પ્રકારનાં કાર્યક્રમો યોજાયા હતા. શિવના અવસરને લઈને ઠેર ઠેર મહાદેવના મંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી ગયા હતા, ત્યારે આ ભાવપૂર્વક ઉજવણી નિમિતે અમરેલીના ઇશ્વરિયા ગામે પણ ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુું. જેમાં પરસોતમ રૂપાલા લોકગીત અને ઢોલના તાલે ગરબા પર ઝુમતા નજરે ચડ્યા હતા.
પરસોત્તમ રૂપાલાએ કર્યું આયોજન : અમરેલી નજીક આવેલા ઇશ્વરિયા ગામમાં ઇશ્વરીયા મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના પર્વને લઈને શિવભક્તો ઉમટી પાડયા હતા. કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા આ ગામના વતની છે, ત્યારે રાત્રીના ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર શિવરાત્રિના તહેવારે રૂપાલા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઇશ્વરીયા મહાદેવ પર પરસોતમ રૂપાલાને અખૂટ શ્રદ્ધાના કારણે દર શિવરાત્રિના દિવસે અચુક હાજર રહે છે.
આ પણ વાંચો :Mahashivratri 2023 : શિવરાત્રીના મેળામાં નાગા સન્યાસીઓ અને સંસારીઓ ડીજેના તાલે લગાવ્યા ઠુમકા