ગુજરાત

gujarat

ETV Bharat / state

આ મોદી ફેન અમરેલીથી સાયકલ પર દિલ્હી જવા રવાના ! - modifan

અમરેલીઃ ભાજપની કેન્દ્રમાં ફરી એકવાર સરકાર બની છે. મોદી અને શાહના નેતૃત્વમાં ભાજપે એકલા હાથે 300થી વધારે બેઠકો મેળવી છે. જેની ખુશી મનાવવા એક મોદી ફેન અમરેલીથી દિલ્હી પર સાયકલ યાત્રાએ નીકળ્યા છે. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રુપાલાએ તેમનું પ્રસથાન કરાવ્યુ હતું. ખીમચંદભાઈ દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે.

અમરેલીથી સાયકલ પર દિલ્હી જવા રવાના

By

Published : Jun 17, 2019, 10:13 AM IST

નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભાજપે કેન્‍દ્રમાં ફરીવાર સત્તા હાંસલ કરી છે. આઝાદી પછી સતત બીજીવાર સંપૂર્ણ બહુમતી મેળવનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનવાનો શ્રેય નરેન્‍દ્રભાઈને મળ્‍યો છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લાખો પ્રસંશકો અને શુભેચ્‍છકોએ તેમની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. એ પૈકીના એક એવા જનસંઘ સમયના અમરેલી ભાજપના જુના કાર્યકર અને વિશ્‍વ હિન્‍દુ પરિષદના મંત્રી ખિમચંદભાઈએ રવિવારે અમરેલીથી દીલ્‍હી જવા સાયકલ પ્રવાસ શરુ કર્યો હતો.

અમરેલીથી સાયકલ પર દિલ્હી જવા રવાના

આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન પરષોત્તમભાઈ રૂપાલાએ અમરેલીથી તેમનું પ્રસથાન કરાવ્યુ હતું. ખિમચંદભાઈએ લોકસભાની ચૂંટણી પહેલા જ નક્કી કર્યું હતું કે ભાજપને 300થી વધારે સીટો મળશે તો તેઓ અમરેલીથી દિલ્હી સાયકલ ઉપર જશે.આ પહેલા પણ ખીમચંદભાઈ સાયકલ ઉપર કેદારનાથ,બદ્રીનાથ,ઉજૈન, માતાના મઢ સુધીની યાત્રા કરી હતી. હવે તેઓ દિલ્હી જઈત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને મળશે. ખિમચંદભાઈ અને તેમના પત્નીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details