ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવરકુંડલા નગરપાલિકાના બે કર્મચારી અને રાજુલાના શિક્ષકની અપ્રમાણસર મિલકતો મળી આવી

અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના બે કર્મચારીઓ તેમજ રાજુલાના એક શિક્ષક સહિત ત્રણ સામે કરોડોની બેનામી મિલકત તેમજ સંમતિ મળી આવતા એસીબી દ્વારા આવક કરતાં વધુ આવક મળી આવતા ત્રણેય સામે અમરેલી એસીબી કચેરીમાં ગુનો નોંધાયો હતો.

By

Published : Sep 4, 2020, 3:35 AM IST

Savarkundla municipality
સાવરકુંડલા નગરપાલિકાના બે કર્મચારી અને રાજુલાના શિક્ષકની અપ્રમાણસર મિલકતો મળી આવી

અમરેલીઃ સાવરકુંડલા નગરપાલિકાના બે કર્મચારીઓ તેમજ રાજુલાના એક શિક્ષક સહિત ત્રણ સામે કરોડોની બેનામી મિલકત તેમજ સંમતિ મળી આવતા એસીબી દ્વારા આવક કરતાં વધુ આવક મળી આવતા ત્રણેય સામે અમરેલી એસીબી કચેરીમાં ગુનો નોંધાયો હતો.

સાવરકુંડલાની નગરપાલિકા ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કિશોર શેખવા વર્ગ-૩ તેમજ સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રોહિત શેખવા પાસે બેનામી સંપત્તિ તેમજ લાખોની આવકથી વધુ મિલકત હોવાની ફરિયાદ મળતા જૂનાગઢ મદદનીશ નિયામક એ.સી.બી કચેરીના બી.એલ. દેસાઈ તેમજ અમરેલી એ.સી.બી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય દ્વારા ઉપરોક્ત આરોપીઓના સામે કરોડો રૂપિયાની જમીન, મિલકત અને સાધનો પોતાની તેમજ પોતાના પરિવારજનોના નામે ખરીદ કરેલા હોવાની સાધનિક પુરાવાઓ તથા બેંક સ્ટેટમેન્ટ તેમજ વિવિધ કચેરીમાંથી માહિતી મેળવી દસ્તાવેજી પુરાવો રજુ કર્યા હતા.

જેમાં કિશોર શેખવાની કુલ આવક 2,68,37,198 સામે 4,01,83,046 અપ્રમાણસર મિલકત મળી આવતા આવક કરતાં 1,33,45,847 જેટલી બેનામી મિલકત મળી આવી હતી. આ આવક કરતા 49.73 ટકા મિલકત વધુ મળી આવી હતી. જ્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર રોહિત શેખવાની કાયદેસરની કુલ આવક 2,99,84,070 અને કુલ ખર્ચ રોકાણ સહિત 4,85,24,454 મળી આવતા 1,85,49,384 જેટલી બેનામી સંપત્તિ મળી આવી હતી, જે પોતાની સંપત્તિ કરતા 61.83 ટકા વધુ બેનામી મિલકત મળી આવી હતી.

આ ઉપરાંત રાજુલાના બાલાનીવાવ ખાતે રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતાં હાલ ફરજ મોકૂફ કરેલ હોય અને હાલ જેલમાં હોય એવા ભાભલુ વરું શિક્ષક તરીકે પોતાની કુલ કાયદેસરની આવક 89,34,101 સામે 2,15,96,384 જેટલો ખર્ચ અને રોકાણ કરેલ તે મિલકત મળી આવી હતી તેમના વિરૂદ્ધ 1,26,62,223 જેટલી બેનામી સંપત્તિ પોતાના તેમજ પરિવારના નામે મળી આવી હોવાનું જૂનાગઢ મદદનીશ નિયામક એ.સી.બી એકમ જૂનાગઢ તેમજ અમરેલી એસીબી દ્વારા સામે આવ્યું હતું. જે અંગે અમરેલી એસીબી કચેરીમાં ત્રણેય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details