ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રાથમિક શાળાના શિક્ષિકાએ એસિડ પીધું, આચાર્યના ત્રાસનો આક્ષેપ - principal torture teacher drank acid

વડીયાના રામપુર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ એસિડ (teacher drank acid in Rampur) ગટગટાવતા ચકચાર મચી ગઈ હતી. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, શાળાના આચાર્ય દ્વારા ઘણા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. (teacher drank acid in Rampur primary school)

પ્રાથમિક શાળાના શિક્ષિકાએ એસિડ પીધું, આચાર્યના ત્રાસનો આક્ષેપ
પ્રાથમિક શાળાના શિક્ષિકાએ એસિડ પીધું, આચાર્યના ત્રાસનો આક્ષેપ

By

Published : Dec 30, 2022, 6:22 PM IST

રામપર ગામમાં પ્રાથમિક શાળાના આચાર્યના ત્રાસથી શિક્ષિકાએ એસિડ ગટગટાવ્યું

અમરેલી :વડીયાના રામપુર ગામની પ્રાથમિક શાળાની શિક્ષકાએ એસિડ ગટગટાવ્યાની (teacher drank acid in Rampur) ઘટના સામે આવી છે. શિક્ષકા તરફથી આરોપ છે કે, આચાર્ય દ્વારા ઘણા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી આ પગલું ભર્યું છે. પ્રાથમિક શાળાના શિક્ષકા શારીરિક વિકલાંગ છે. રામપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકા 6થી 8 ધોરણમાં અભ્યાસ કરાવે છે. ત્યારે શિક્ષકાએ એસિડ ગટગટાવ્યાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.(Rampur primary school)

આ પણ વાંચોઉર્દુ શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ મૌન પાળી હીરા બાને શ્રદ્ધાંજલિ આપી

શું હતો સમગ્ર મામલો રામપુર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8માં અભ્યાસ કરાવતી શિક્ષિકા શારીરિક વિકલાંગતા છે. પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં લઈ જવા તેમજ સફાઈના કરાવવા બાબતે માનસિક ટોર્ચર ઘણા સમયથી સહન કરતા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. માનસિક ટોર્ચરની ફરિયાદ શિક્ષિકા તેમના પતિને વારંવાર ફરિયાદ કરતા હતા. ત્યારબાદ આજરોજ શિક્ષિકાએ પોતાના ઘરે એસિડ ગટગટાવી આ પગલું ભર્યું હતું. લોકોને જાણ થતાં શિક્ષિકાને સારવાર માટે પ્રથમ વડિયા હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, વધુ સારવારની જરુર પડતા શિક્ષિકાને ગોંડલ રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર અર્થે ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવેલા હતા. (principal torture teacher drank acid)

આ પણ વાંચોસુરતમાં ઉર્દૂ પ્રાથમિક શાળા અને સિવિલના નર્સિંગ સ્ટાફે સ્વ. હીરાબા મોદીને આપી શ્રદ્ધાંજલિ

શાળાના આચાર્યનું નિવેદન પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખ ઠુંમરે જણાવ્યું હતું કે, અમારી શાળામાંથી એક વિદ્યાર્થીને ઝોન કક્ષાના વાર્તા સ્પર્ધામાં જવાનું હતું. બે દિવસ અગાઉ સુચના આપી હતી કે તમારે બહેન આ બાળકને લઈને જવાનું છે. પરંતુ શિક્ષિકા કહ્યું કે હું જવા માટે તૈયાર નથી. એટલા માટે અમે બીજી શિક્ષિકાઓને આ બાળકને લઈને જાવ. આજે તમામ સ્ટાફ મિત્રોને બોલાવીને સુચના આપી કે તમારે ખરેખર આ મિટિંગ જવું જોઈએ. આ એક શિક્ષણનો ભાગ છે જેમાં આપણે જવા માટે આનાકાની કરી શકીએ નહીં તેવી સૂચના આચાર્ય દ્વારા સ્ટાફ વચ્ચે આપવામાં આવી હતી. (teacher drank acid in Rampur primary school)

ABOUT THE AUTHOR

...view details