- રેલવેની જમીન વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાશે
- આ પ્લોટ રાજુલા શહેરના જૂના મીટર ગેજ રેલવે સ્ટેશનની પાસે સ્થિત છે
- જે પણ વિકાસ થશે તેમાં સ્થાનિક લોકોને રોજગારી મળશે
અમરેલી: જિલ્લામાં ખાતે પડેલી રેલવે વિભાગની જમીન રાજુલા નગરપાલિકાને મળે તે માટે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કરાયેલા આંદોલન બાદ રેલવે વિભાગે હવે આ જમીન પર ગાર્ડન નહીં પણ એફસીઆઈનું ગોડાઉન અને સોલાર પાર્ક બનાવવાનું આયોજન હોવાની વાત કરી છે.
રાજુલા સિટીથી ઓલ્ડ રાજુલા સ્ટેશનની વચ્ચે એક જુનો મીટર ગેજ એલાઈનમેન્ટ છે
રેલવેની જમીન વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાશે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રાજુલા સિટીના જુના સ્ટેશન પર પ્લોટ આવેલો છે. સુરેન્દ્રનગર - રાજુલા - રાજુલા સિટી - પીપાવાવ સેકશનને વર્ષ 2003માં મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરાયો હતો. રાજુલા સિટીથી ઓલ્ડ રાજુલા સ્ટેશનની વચ્ચે એક જુનો મીટર ગેજ એલાઈનમેન્ટ છે. આ પ્લોટ રાજુલા શહેરના જૂના મીટર ગેજ રેલ્વે સ્ટેશનની પાસે સ્થિત છે.
આ પ્લોટની માલિકી રેલવે પાસે રહેશે
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જાહેર કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ, રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટને સુંદર બનાવવા અને તેના પર ગ્રીન પેચ વિકસાવવા પશ્ચિમ રેલવેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરખાસ્ત મુજબ, આ પ્લોટના સુંદરતા અને અહીં ગ્રીન પેચના વિકાસ માટેનો ખર્ચ રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉઠાવવાનો હતો, જ્યારે આ પ્લોટની માલિકી રેલવે પાસે રહેશે.
આંદોલનકારીઓ દ્વારા ફટાકડા ફોડી રેલવે પ્રોજેકટને આવકાર્યો
2020માં હેડક્વાટર દ્વારા દરખાસ્તને આ શરતે મંજૂરી આપવામાં આવી હતી કે, જો ભવિષ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ઉપરોક્ત જમીનની જરૂર પડશે તો તે નગરપાલિકા પાસેથી પાછી ખેંચી લેવામાં આવશે. તદ્દાનુસર, એક સમજૂતી પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા અને પશ્ચિમ રેલ્વે દ્વારા સહી થવાની હતી અને તે કાયદેસરની ચકાસણી / પુનરાવર્તન મેળવવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી. આંદોલનકારીઓ દ્વારા ફટાકડા ફોડી રેલવે પ્રોજેકટને આવકાર્યો.