રાજુલાના કોટડી ગામમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં અમુક ઇસમો જુગાર રમે છે. તેવી હકીકત મળતાં બાતમીમાં વર્ણન વાળી જગ્યાએ રેડ કરતા જેમાં મનુ વલકુ વરૂ, મગન હમીરભ જાદવ, અશોક મંગળુ વરૂ, સુરેશ ભાભલુ કોટીલા, મહેશ મંગળુ વરૂ,આ પાંચ ઇસમોની SOGની ટીમે ઝડપી લીધા હતા.
અમરેલીમાં ખુલ્લામાં જુગાર રમતાં 5 ઈસમની ધરપક્ડ - SOG team
અમરેલીઃ જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજુલાના કોટડી ગામમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં અમુક ઇસમો જુગાર રમે છે. તેવી હકીકત મળતાં બાતમીમાં વર્ણન વાળી જગ્યાએ રેડ કરતા જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને ઝડપી પાડેલ છે.
રાજુલાના કોટડી ગામે SOG ટીમે જુગાર રમતાં પાંચ ઇસમોને ધરપક્ડ
અને તેમાથી વનરાજ ચંપુ ધાખડા અને ભગીરથ મણકુ કોતીલા ફરાર થય ગયેલા છે. આ પાંચ આરોપીઓ પાસેથી રોકડ 25,690, ગંજીપત્તાના પાના, 6 મોબાઇલ કિ.15,000 તથા TUV કાર કિ.7,00,000 કુલ મુદામાલ સહિત 7,40,690 સાથે રેઇડ દરમ્યાન પકડાયેલ હોય તેની સામે જુગાર ધારા હેઠળ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપી વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે