ગુજરાત

gujarat

અમરેલીમાં ક્વોરેન્ટાઇન વ્યક્તિ પર તંત્રની બાજ નજર...

By

Published : May 16, 2020, 11:34 PM IST

અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ અટકાવા માટે રેડ ઝોનમાંથી આવતા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરી તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

અમરેલીમાં તંત્ર દ્વારા ક્વોરેન્ટાઇન વ્યક્તિ પર રાખવામાં આવી રહી છે દેખરેખ
અમરેલીમાં તંત્ર દ્વારા ક્વોરેન્ટાઇન વ્યક્તિ પર રાખવામાં આવી રહી છે દેખરેખ

અમરેલીઃ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં રેડ ઝોનમાંથી આવતા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે. તેમજ આ લોકો હોમ ક્વોરેન્ટાઇનનું સંપૂર્ણપણે પાલન કરે તે માટે તેમના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

અમરેલીમાં તંત્ર દ્વારા ક્વોરેન્ટાઇન વ્યક્તિ પર રાખવામાં આવી રહી છે દેખરેખઅમરેલીમાં તંત્ર દ્વારા ક્વોરેન્ટાઇન વ્યક્તિ પર રાખવામાં આવી રહી છે દેખરેખ

જે અન્વયે કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અમરેલી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ દ્વારા હોમ કવોરેન્ટાઈન કરેલા વ્યક્તિઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અહીંથી હોમ ક્વોરેન્ટાઇન વ્યક્તિઓને ફોન તેમજ વીડિયો કોલ કરી તેઓ ક્યાં છે, સમયાંતરે ડોકટર્સ દ્વારા તેમનાં આરોગ્યની ચકાસણી થાય છે કે કેમ, હોમ ક્વોરેન્ટાઇનના નિયમોનું પાલન થાય છે. કે કેમ તેમજ તેઓ જીવન આવશ્યક ચીજવસ્તુઓ કંઈ રીતે મેળવે છે.

તેની માહિતી મેળવવામાં આવે છે. અને જો તેઓ ક્વોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરતાં જણાય તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details