ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીનો 'બાપ' ગણાવનાર છત્રપાલ વાળાના 4 દિવસના રિમાન્ડ મંજૂર

અમરેલીમાં પેટ્રોલ પંપના માલિક પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માગી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવનાર છત્રપાલ વાળાની ધરપકડ કરી પોલીસે મંગળવારે કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી અને પેટ્રોલ પંપના માલિકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.

અમરેલીનો 'બાપ' ગણાવનાર છત્રપાલ વાળાના 4 દિવસના રિમાન્ડ મંજૂર
અમરેલીનો 'બાપ' ગણાવનાર છત્રપાલ વાળાના 4 દિવસના રિમાન્ડ મંજૂર

By

Published : Jun 15, 2021, 7:32 PM IST

  • અમરેલીનો 'બાપ' ગણાવનાર છત્રપાલને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
  • આરોપીના કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા
  • પેટ્રોલ પંપના માલિક પાસેથી 10 લાખની ખંડણી માંગવા અંગે કરાઈ કાર્યવાહી

અમરેલી:શહેરમાં પેટ્રોલ પંપના માલિક હિતેશ પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગનાર છત્રપાલ વાળાની ધરપકડ કરી પોલીસે સોમવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રવિવારના રોજ છત્રપાલ વાળાની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા સવારે અમરેલીમાં પેટ્રોલ પંપ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામા આવ્યું હતું. ત્યારબાદ, અમરેલી પોલીસ દ્વારા રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. લાંબી દલીલો અપીલો બાદ આરોપીના કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા છે.

રિમાન્ડની માગણી માટે કોર્ટમાં દલીલો કરાઈ

અમરેલીના પેટ્રોલ પંપના માલિક પાસે 10 લાખની ખંડણી માગવા મામલે છત્રપાલ વાળાની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી પાસેથી મોબાઈલ ફોન, ફાયરીંગ કરવા માટે ધમકી આપી હતી તે હથિયાર, આ ઉપરાંત તેની સાથે અન્ય કોઈ વ્યકિત સંડોવાયેલું છે કે નહીં તેની તપાસ કરવાની બાકી હોવાથી અમરેલીના સરકારી વકીલ દ્વારા જોરદાર અને સચોટ રજૂઆત કરાઈ હતી. આ બાદ કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા હતા.

પેટ્રોલ પંપના માલિક પાસે 10 લાખની માગી હતી ખંડણી

છત્રપાલ વાળાએ અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરીને 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જો ખંડણી ના આપે તો 3 દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details