અમરેલીઃ રાજુલા-સાવરકુંડલા (પીપાવાવ- અંબાજી) સ્ટેટ હાઇવે ફરી એક વાર બંધ થયો છે. જૂની માંડરડી ગામ પાસે આવેલો પુલ બેસી જતા રીપેરીંગ કામ શરૂ કરતા પુલ પરનો વાહન વ્યહાર બંધ કરવામાં આવ્યો છે.
તંત્રની પોલ ખુલી, પુલ બેસી જતા રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ - વાહન વ્યહાર બંધ
રાજુલા-સાવરકુંડલા (પીપાવાવ-અંબાજી) સ્ટેટ હાઇવે બંધ થઈ ગયો છે. જૂની માંડરડી ગામ નજીક ડાઈવર્ઝન ધોવાતા હાઇવે સંપૂર્ણ બંધ થઈ ગયો છે.
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ
તંત્ર દ્વારા ઘાતરવડી નદીમાંથી પાઇપ લાઇન મૂકી ડાઈવર્ઝન કઢાયુ હતું પરંતુ ઉપરવાસમા પડેલા ભારે વરસાદના કારણે પાઇપો તણાઇ જતા ડાઈવર્ઝન પણ બંધ થઈ ગયું છે. રાજુલા-સાવરકુંડલા (પીપાવાવ-અંબાજી) સ્ટેટ હાઇવે બંધ થતા હવે વાહન ચાલકોને 25 કીમી દૂર ફરીને જવુ પડી રહ્યું છે. તંત્ર દ્વારા અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી.
Last Updated : Jul 14, 2020, 2:48 PM IST