ગત તારીખ 27 જુન 2017 ના રોજ આરોપી જયંતિ સોલંકી, રહે.બોટાદ, હાલ લાઠી, મહાવીરનગર વાળા વિરૂદ્ધ સગીરાના અપહરણ અને બળાત્કારની ફરીયાદ નોંધાઈ હતી. આ મામલે લાઠી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. 39/2017, ઇ.પી.કો. કલમ 363, 366, 376, પોક્સો એક્ટ કલમ 4, 8, 18 મુજબનો ગુનો નોંધાયો હતો.
અપહરણ અને બળાત્કારના ફરાર આરોપીને પકડી પાડતી રાજકોટ LCB - gujarat
અમરેલીઃ સગીરા ઉપર દાનત બગાડી તેનુ અપહરણ અને બળાત્કાર કરનાર ભાગેડુ આરોપીને રાજકોટ LCBએ ઝડપી પાડયો છે. આરોપીએ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી જામીન મેળવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે બાતમીના આધારે લાઠી આલમગીરી હોટલ પાસેથી તેને પક્ડી પાડયો હતો.
અમરેલી પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની કેદ તથા રૂ.37000/- નો દંડ કરેલ હતો. આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. દરમિયાન તેના 21 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતાં.
જેના પેરોલ તારીખ 21 એપ્રિલ 2019 ના રોજ પુરા થતા હોવાથી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો.જેની શોધખોળ પોલીસ કરી રહી હતી. દરમિયાન બુધવારે રાજકોટ LCBને તેની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી જયંતિ ઉર્ફે કાળુ સોલંકીને લાઠી આલમગીરી હોટલ પાસેથી દબોચી લઈ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.