અમરેલીઃ લૉકડાઉનનો ભંગ કરનાર વિરુદ્ધ અમરેલી પોલીસે (Amreli police) મોરચો માંડ્યો છે. અમરેલી પોલીસે ૧૫૭ વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે. ૧૪૧ વાહનો ડિટેઈન કર્યાં છે. કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે અમરેલી પોલીસની સતત કાર્યવાહી ચાલુ છે. બિનજરૂરી આંટાફેરા કરતાં લોકો વિરુદ્ધ, દુકાનો ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો સામે અમરેલી પોલીસે કાર્યવાહી કરી છે.
અમરેલીમાં લૉકડાઉનનો ભંગ કરનાર 157 સામે કાર્યવાહી - અમરેલી પોલીસે ૧૫૭ વિરૂદ્ધ ગુન્હા દાખલ કર્યા
વૈશ્વિક મહામારી કોરોનાને લઈને સમગ્ર દેશમાં લૉકડાઉન છે. અમરેલીમાં લૉકડાઉનનો ભંગ કરનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે.
અમરેલીમાં લૉકડાઉનનો ભંગ કરનાર ૧૫૭ સામે કાર્યવાહી
રાજુલા, જાફરાબાદ, પીપાવાવ મરીન, ખાંભા, અમરેલી, ધારી સહિતના વિસ્તારોમા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશન ડીટેઇન કરેલા વાહનોથી ઉભરાયા છે.