ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવરકુંડલામાં સોશિયલ મિડિયા દ્વારા અફવા ફેલાવનાર ઇસમ વિરુદ્ધ કાર્યવાહી - અફવા ફેલાવનાર ઇસમની ધરપકડ

અમરેલીમાં લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સાવરકુંડલાના ઇસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

amreli
amreli

By

Published : Apr 6, 2020, 5:14 PM IST

અમરેલી: લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઉશ્કેરણી કરનાર ઇસમ સામે સાવરકુંડલા પોલીસે ફરિયાદ નોંધી છે.

અફવા ફેલાવનાર ઇસમ
સાવરકુંડલા શહેરના બીડીકામદાર સોસાયટીના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ ઇસમ વૈમનસ્ય ફેલાવી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી વિડ્યો શેર કરી ખોટી માહિતી ફેલાવતો હતો. પોલીસે હસન જાખરા નામના શખ્સને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વીડિયો કોણે-કોણે શેર કર્યો તેને લઇને હજુ કેટલાક ઈસમોના નામ વધુ ખુલે તેવી શક્યતા સેવાઇ રહી છે.અમરેલી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પોસ્ટ કરનારા સામે સતત વોચ રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details