ગુજરાત

gujarat

ETV Bharat / state

દામનગરમાં લૉકડાઉનનો ભંગ કરતા ક્રિકેટરો ઝડપાયા - અમરેલી દામનગર

વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. વડાપ્રધાન દ્વારા લૉકડાઉન 2.0ની ઘોષણા પણ કરી દેવામાં આવી છે. લૉકડાઉનનું ચુસ્તપણે પાલન થાય એ માટે પોલીસ ખડેપગે છે. તે છતાં અમુક બેજવાબદાર લોકો દ્વારા લૉકડાઉનનો ભંગ કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો અમરેલીના દામનગરમાં જોવા મળ્યો હતો.

people caught by police for playing cricket in lock down
દામનગરમાં લૉકડાઉનનો ભંગ કરતા ક્રિકેટરો ઝડપાયા

By

Published : Apr 14, 2020, 10:36 PM IST

અમરેલી : દામનગરમાં લૉકડાઉનનો ભંગ કરનાર પાંચ ક્રિકેટરો ઝડપાયા છે. હાલ સમગ્ર દેશમાં લૉકડાઉન છે ત્યારે દામનગર શહેરમાં મોટા બસ સ્ટેશન પાછળ સાધનો વગર એકઠા થઇ જાહેરમા ક્રિકેટ રમતા પાંચ ઇસમો ઝડપાયા હતા. તેમના વિરુધ્ધ ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. અને જાહેર જનતાને આ મહામારીમા પોલીસને સાથ સહકાર આપવા સુચના કરેલ છે.

ABOUT THE AUTHOR

...view details