ગુજરાત

gujarat

ETV Bharat / state

આંશિક નિયંત્રણો હટાવવાયા: પીપાવાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત - કોરોના વાઇરસ

હાલ રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમરેલીના પીપાવાવ ખાતે એક મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધના રૂપાણીએ આવતીકાલ એટલેકે 21 મેથી રાજ્યમાં આંશિક નિયંત્રણો હટાવવાની જાહેરાત કરી છે. મતલબ કે હવે વેપાર-ધંધાને છૂટછાટ આપવામાં આવી છે જે 27મી મે સુધી અમલી રહેશે. રાજ્યમાં આવતીકાલ શુક્રવારથી શુ ચાલું રહેશે અને શું બંધ રહેશે તેની માહિતી જાણવા વાંચો અમારો આ અહેવાલ...

આંશિક નિયંત્રણો હટાવવાયા: પીપાવાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત
આંશિક નિયંત્રણો હટાવવાયા: પીપાવાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત

By

Published : May 20, 2021, 11:09 PM IST

  • 21 મેથી વેપાર ધંધાને છૂટછાટ
  • સવારના 9 થી બપોરના 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો
  • દુકાન,લારી,ગલ્લાને અપાઈ છૂટછાટ
  • રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે
  • કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત પડશે

અમરેલીઃ હાલ રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમરેલીના પીપાવાવ ખાતે આંશિક નિયંત્રણો હટાવવાની જાહેરાત કરી હતી. આંશિક નિયંત્રણો હટાવવામાં આવતા વેપારીઓને અમુક સમય મર્યાદા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે છૂટછાટ આપવામાં આવી છે.

રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે

આ પણ વાંચોઃ રાત્રે 8 વાગે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે, દીવ અને મહુવામાં વધારે અસર થશે, સરકારે કરી તમામ વ્યવસ્થા

સવારે 9થી બપોરના 3 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરાયેલી મહત્વની જાહેરાતમાં દુકાનદારોએ કોરોનાની ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવું પડશે. આવતીકાલ એટલે કે 21 મેને શુક્રવારથી દુકાનદારોને સવારના 9 કલાકથી બપોરના 3 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના જે શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અમલી છે તેને યથાવત રાખવામાં આવ્યું છે.

21 મેથી વેપાર ધંધાને છૂટછાટ

આ પણ વાંચોઃ કોર ગૃપની બેઠકમાં લોકડાઉન અંગે લેવાશે નિર્ણય - મુખ્યપ્રધાન રૂપાણી

શુ બંધ રહેશે ?

  • શૌક્ષણિક સંસ્થાઓ
  • ટ્યૂશન ક્લાસિસ
  • થિયેટર્સટ
  • ઓડિટોરીયમ્સ
  • અસેમ્બલી હોલ્સ
  • વોટર પાર્ક
  • જાહેર બાગ બગીચાઓ
  • મનોરંજનના સ્થળો
  • જીમ્નેશિયમ્સ
  • સ્વિમિંગ પુલ્સ
  • મોલ્સ
  • કોમર્શિયલ કોમ્પલેક્સો
    સવારના 9 થી બપોરના 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો

ક્યા વેપાર રહેશે શરૂ

  • પાનના ગલ્લા
  • ચાની કિટલીઓ
  • હેર સલૂન
  • હાર્ડવેરની દુકાનો
  • ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
  • રેડીમેડ કપડાની દુકાનો
  • વાસણની દુકાનો
  • મોબાઇલની દુકાનો
  • હોલસેલ માર્કેટ
  • ગેરેજ

ABOUT THE AUTHOR

...view details