ગુજરાત

gujarat

ETV Bharat / state

પબુભા મુદ્દે હાઈકોર્ટના ચૂકાદા પર ધાનાણીની પ્રતિક્રિયા, કહ્યું ભાજપ સરકાર બહુમતીમાં ભૂલી ભાન - AMR

અમદાવાદ: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન થશે. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા વિધાનસભાની દ્વારકા બેઠકને રદ્દ કરી છે. દ્વારકા વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય પબુભા માણેકની જીત પર કોંગ્રેસના મેરામણ આહીરે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પર ગુજરાત હાઇકોર્ટે વિધાનસભા 2017ના ભાજપના ઉમેદવાર અને જીત મેળવનારા પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હટાવી દીધા છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 12, 2019, 9:37 PM IST

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પબુભા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બહુમતીમાં ભાન ભૂલી છે. લોકોના અવાજને રૂંધવામાં આવી રહ્યો છે. સામ, દામ, દંડ, ભેદથી જન આર્શીવાદ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને કોર્ટે ફટકો માર્યો છે.

પબુભા મુદ્દે હાઈકોર્ટના ચૂકાદા પર ધાનાણીની પ્રતિક્રિયા, કહ્યું ભાજપ સરકાર બહુમતીમાં ભૂલી ભાન

ABOUT THE AUTHOR

...view details