ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવરકુંડલાના ઓળીયા નજીક અજાણ્યા વાહનની હડફેટે દીપડાનું મોત - panther Death

અમરેલીના સાવરકુંડલા માર્ગ પર ઓળીયા નજીક અજાણ્યા વાહનની હડફેટે આવતાં દીપડાનું મોત નીપજયું છે. જેથી વનવિભાગ દ્વારા વાહનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

amreli
સાવરકુંડલાના ઓળીયા નજીક અજાણ્યા વાહનની હડફેટે દીપડાનું મોત

By

Published : Oct 3, 2020, 2:18 PM IST

અમરેલી: સાવરકુંડલાના ઓળીયા નજીક વહેલી સવારે અજાણ્યા વાહન હડફેટે આવતા દીપડાનું મોત નીપજ્યું હતું. દીપડો રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત થયો હોવાનું વનવિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સાવરકુંડલા વનવિભાગ દ્વારા અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અજાણ્યા વાહનમાં મોટા ટ્રક જેવું વાહન હોવાની વનવિભાગ દ્વારા આશંકા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details