- વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને નુકસાન
- વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી માંગ
- નુકસાનીના ઠરાવમાં નાળિયેરી અને કેરીનો સમાવેશ કર્યો નથી
અમરેલી: સૌરાષ્ટ્રમાં આવેલા વાવાઝોડાએ ખેડૂતના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે એમાં બાગાયતી પાક નાળિયેરીમાં થયેલા નુકસાનનું વળતર આપવા માટે વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ સરકાર પાસે માંગણી કરી કે, સરકારે નુકસાનીના ઠરાવમાં નાળિયેરી અને કેરીનો સમાવેશ કર્યો નથી. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડામાં 15,000 કરોડનું નુકસાન, સરકારની સહાય લોલીપોપ: અમિત ચાવડા
બે હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર સહાય નક્કી કરી
ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર વાવાઝોડાથી અતિશય પ્રભાવિત થયેલા છે. અહીં અત્યંત તારાજી સર્જાય છે. અહીં કૃષિ પાક અને બાગાયતી વૃક્ષ નાશ પામ્યા છે. સરકારે ઠરાવ મુજબ આપતિના સમયે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઇજા અને મિલકતને નુકસાનનું વળતર આપવાના ધોરણ નક્કી કર્યા છે. તેમજ પિયત અને બિન પિયત બે હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર સહાય નક્કી કરેલી છે.
આ પણ વાંચો: તૌકતે વાવઝોડાને પગલે રાજ્ય સરકારે 500 કરોડનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
દરિયાકાંઠામાં મોટા ભાગના ખેડૂતો નાળિયેરીના પાક લે છે
સરકારે બાગાયતી પાક નાળિયેરી અને કેરીનો ઠરાવમાં સમાવેશ કર્યો નથી. દરિયાકાંઠામાં મોટા ભાગના ખેડૂતો નાળિયેરીના પાક લે છે અને એમાં પોતાનું જીવન નિર્વાહ કરે છે. અહીં વાવાઝોડામા નાળિયેરી અને કેરીના અનેક વૃક્ષ ધરાશાઇ થયા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન પહોંચ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક નાળિયેરી અને કેરીના પાકમાં નુકસાનીને વળતર આપે તેવી માંગણી કરી છે.