અમરેલી પોલીસને ચોક્કસ બાતમી મળતા મારૂતીનગર વિસ્તારમાંથી બાતમીમાં જણાવેલા વર્ણનવાળા ઇસમને દેશી બનાવટની જામગરી હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો.
સાવરકુંડલામાંથી દેશી જામગરી બંદુક સાથે આરોપી ઝડપાયો - gujarati news
અમરેલીઃ શહેર પોલીસે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન માહિતીના મળી હતી કે, મારૂતીનગરમાં રહેતો એક ઇસમ પોતાની પાસે દેશી જામગરી બંદુક રાખે છે.
સ્પોટ ફોટો
પકડાયેલા 23 વર્ષીય આરોપીનું નામ સુલતાન લાડક છે અને તે દેશી જામનગરી બંદુક (હથિયાર) કિંમત રૂ.500/-ના મુદ્દામાલ સાથે પકડાયેલો હતો. પોલીસે આરોપી વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો હતો.