અમરેલીઃ સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પીપાવાવ પોર્ટ હજુ સુધી કાર્યરત છે. તેનાથી લોકોનું જીવન જોખમમાં પડી રહ્યું છે. પીપાવાવ પોર્ટમાં નોકરી કરતા કર્મચારીઓની અવર-જવરના કારણે કોરોના વાઇરસનું સંક્રમણ થવાનો ભય વધારે છે.
લોકડાઉનના છઠ્ઠા દિવસે પણ પીપાવાવ પોર્ટ ધમધમતું રહ્યું, સ્થાનિકોમાં રોષ - પીપાવાવ પોર્ટ લોક ડાઉનના
અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટ લોક ડાઉનના છઠ્ઠા દિવસે પણ ધમધમી રહ્યું છે.
લોકડાઉનના છઠ્ઠા દિવસે પણ પીપાવાવ પોર્ટ ધમધમતું : સ્થાનિકોમાં રોષ
ભેરાઈ, રામપરા,રાજુલાના ગ્રામ્ય વિસ્તારના લોકો પીપાવાવ પોર્ટમાં નોકરી કરી દરરોજ પરત ફરે છે. સ્થાનિક લોકોની પીપાવાવ પોર્ટને અપીલ કરી હતી. નોકરી કરતા કર્મચારીઓને તારીખ 15 એપ્રિલ,2020 સુધી પીપાવાવ પોર્ટમાં અંદર રાખવા માંગણી કરી હતી. રાજુલા કોસ્ટલમાં માત્ર પીપાવાવ પોર્ટ ધમધમી રહ્યું છે. કોરોના વાઇરસના કારણે મોટાભાગના ઉધોગ-ગૃહો બંધ કરી દેવાયા છે.