અમરેલી: સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે, ત્યારે રાજ્યમાં અમરેલી એક માત્ર જિલ્લો એવો છે, જ્યાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ સુરત અને અમદાવાદથી આવતા લોકોને કારણે અમરેલી જિલ્લામાં કોરોનાના સંક્રમણનો ભય વધ્યો છે.
અમરેલી જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ, એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં - કોરોના વાઇરસની સંખ્યા અમરેલીમાં
સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે રાજ્યમાં અમરેલી એક માત્ર જિલ્લો એવો છે. જ્યાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ સુરત અને અમદાવાદથી આવતા લોકોને કારણે અમરેલી જિલ્લામાં કોરોનાના સંક્રમણનો ભય વધ્યો છે.
અમરેલી જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ ,હજુ સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી
જિલ્લામાં રાધિકા હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલને આઈસોલેસન વોર્ડ બનાવી 200 જેટલા બેડની સુવિધા કરવામાં આવી છે. તેમજ કોવિડ-19ના ટેસ્ટ માટે જિલ્લામાં એક પણ લેબોરેટરી નથી. અત્યારે સુધીમાં સુરત અને અમદાવાદથી 44000 જેટલા લોકોએ જિલ્લામાં પ્રવેશ મેળવ્યો છે, તો હજી 1 લાખથી પણ વધુ લોકો જિલ્લામાં પ્રવેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તેમજ તમામ લોકોને હોમ ક્વોરોટાઇન રહેવા તંત્ર દ્વારા સૂચના અપાવામાં આવી છે.