ગુજરાત

gujarat

ETV Bharat / state

Amreli Train: 'અમરેલી માંગે બ્રોડગેજ', ગાંધી જયંતિ પર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા

બ્રોડગેજથી વંચિત એવી અમરેલીની જનતા મોટા શહેરોમાં અને વિદેશમાં વસવાટ માટે જવા મજબૂર થઈ ગઈ છે. ત્યારે હમણાં બ્રોડગેજ વગર ખૂબ જ હેરાન થયેલી જનતાના યુવાનોએ બિન રાજકીય રીતે એક કેમ્પેઇન ‘અમરેલી માંગે બ્રોડગેજ’ ગાંધી જયંતિ પર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા શરૂ કર્યા હતા.

અમરેલી શહેર મુખ્ય મથક હોવા છતાં રેલવે થી વંચિત રહેતા "મિશન બ્રોડ ગેજ " સમિતિના દ્વારા કરાયા એક દિવસીય પ્રતીક ધરણા
અમરેલી શહેર મુખ્ય મથક હોવા છતાં રેલવે થી વંચિત રહેતા "મિશન બ્રોડ ગેજ " સમિતિના દ્વારા કરાયા એક દિવસીય પ્રતીક ધરણા

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 8:43 AM IST

અમરેલી શહેર મુખ્ય મથક હોવા છતાં રેલવે થી વંચિત રહેતા "મિશન બ્રોડ ગેજ " સમિતિના દ્વારા કરાયા એક દિવસીય પ્રતીક ધરણા

અમરેલી:ડબલ એન્જિન સરકાર અમરેલીમાં બ્રોડગેજ આજ દિવસ સુધી શરૂ કરી શકી નથી. અમરેલીના લોકો આજ દિવસ સુધી હજુ વિકાસ માટે વલખા મારી રહ્યા છે. અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં કોઈ વિકાસ હજુ સુધી અમરેલીમાં જોવા મળ્યો નથી. ત્યારે ગાંધી જયંતિના દિવસે મિશન બ્રોડગેજ રેલવે માટે એક દિવસીય પ્રતીક ઉપવાસ ધરણા શરૂ કરાયા છે. અમરેલીમાં બ્રોડગેજ રેલવે મળે તે માટે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા.

દેશમાં હાલ બુલેટ ટ્રેન શરૂ:દેશમાં હાલ બુલેટ ટ્રેનની શરૂ કરવામાં આવી છે. ત્યારે અમરેલીમાં હાલ મીટર ગેજ જેવી સામાન્ય સવાર અને સાંજ એમાં બે સમય જ ટ્રેનો ચાલે છે. જિલ્લાભરમાં પણ લોકો વ્યાપાર આવક જાવક કરવા માટે પણ ઘણા પેસેન્જર હોય છે. કેન્દ્ર સરકાર પાસે અમારી પાયાની જરૂરિયાત છે. મિશન બ્રોડ ગેજ એ ઘણા વર્ષોથી મુદ્દો ચાલી રહ્યો છે. આ મિશનમાં અમે લોકો એક સમિતિની રચના કરવામાં આવેલ છે. જેમાં જનતા માટે જનતાથી ચાલતું બિનરાજકીય અભિયાન છે.

ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક: વર્ષો પહેલાંથી લોકો બ્રોડ ગેજ રેલવે ની માંગ કરી રહ્યા છે. અહીથી 17 કી.મીના અંતરે આવેલું લીલીયા પંથકમાં પણ બ્રોડગેજ આવી છે. અમરેલી શહેર મુખ્ય મથક હોવા છતાં બ્રોડગેજથી વંચિત છે. હાલ તાજેતરમાં ચિતલમાં પણ બ્રોડ ગેજ ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. મોટા રાજનેતાઓ પણ વિકાસના નામે કરોડોના લોલીપોપ આપી મોટા ફણગા ફૂંકીને જતા રહ્યા છે. વહેલી તકે બ્રોડગેજ મળે અને વિકાસ થાય તે માટે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ ધરણા શરૂ કરવામાં આવેલ છે.

  1. Amreli News: અમરેલી પંથકમાં વરસાદી માહોલ, પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
  2. Amreli Lion Viral Video : સોમનાથ-ભાવનગર હાઇવે પર લટાર મારતો સિંહ પરિવારનો વિડીયો થયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details