અમરેલીઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાની હાલત દયનીય છે. જેના કારણે લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જે કારણે ગુજરાતમાં અલગ અલગ રીતે વિરોધ કરી તંત્રને જગાડવા માટે વિવિધ રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે. અમરેલીમાં પણ રસ્તાની હાલત દયનીય છે.
અમરેલીમાં ખાડારાજ: પાલિકાના વિરોધપક્ષના નેતા દ્વારા અનોખો વિરોધ - વૃક્ષારોપણ
અમરેલી શહેરમાં રસ્તાઓની બીસ્માર હાલતને જોતાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનો નવતર અભિગમ સામે આવ્યો છે. ખરાબ રસ્તા પર વૃક્ષારોપણ કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આ નવતર પ્રયોગ સંદિપ ધાનાણી દ્વારા કરવામાં આવ્યો છે. સંદિપ ધાનાણી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ છે.
કોંગ્રેસનો નવતર પ્રયોગ
અમરેલીમાં ખાડારાજ સામે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અમરેલીના ચક્કરગઢ રોડ પર કોંગ્રેસે નવતર વિરોધ દર્શાવ્યો હતો. ખરાબ રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
તંત્રને જગાડવા માટે કોંગ્રેસે આ નવતર પ્રયોગ અજમાવ્યો હતો. અમરેલી નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સંદીપ ધાનાણી દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો. સંદીપ ધનાણી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ છે.